Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

મોટાલીમટવાડા ગામના વળાંકમાં બે હાઈવા ટ્રકો વચ્ચે અકસ્માત થતા રાજપીપળા પોલીસ મથકે ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના મોટાલીમટવાડા ગામના વળાંક પાસે બે હાઈવા ટ્રકો વચ્ચે અકસ્માત બાદ એક ટ્રકના ચાલકે બીજા વિરુદ્ધ ફરીયાદ આપી છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર હરેશભાઈ કમાભાઈ ઢગલ (રહે. કામરેજ ગોકુલનગર સોસાયટી, તા.કામરેજ જી.સુરત )તા.29 જૂન ના સવારે પોતાના કબજાની હાઈવા ગાડી નંબર GJ -05-1K - 2564 ની લઈ રેતી ભરવા માટે સુરતથી બોડેલી જતા હતા તે વખતે મોટાલીમટવાડા ગામના વળાંકમાં હાઈવે રોડ પર હાઈવા ગાડી નંબર G -34-1-6619 નો ચાલક પોતાના કબજાની હાઈવા ગાડી પુર ઝડપે હંકારી લાવી તેની હાઈવા ગાડીને એક્સિડન્ટ કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:38 pm IST)