Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

જીતનગર ગામની સીમના ખેતરમાંથી 36,000ના ડ્રિપ પાઇપોની ચોરી થતા ખેડૂતો ફરીયાદ નોંધાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતનગર ગામની સીમના ખેતરમાંથી પાઇપોની ચોરી થઈ હોય ખેતર માલીકે રાજપીપળા પોલીસ મથકે ફરીયાદ આપી છે.
મળતી માહિતી મુજબ મનોજકુમાર શંકરભાઈ જાતે પંચાલ રહે,વાવડી પંચાલ ફળિયુ તા.નાંદોદ ની ફરિયાદ મુજબ તેમની જીતનગર ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૪૧૫ અને ખાતા નંબર ૨૬૭ વાળી જમીનમાં તા .૦૫ જુલાઈ એ રાત્રીના 10 વાગ્યાના સુમારે કિરણ ભાઇ ઉમંગભાઇ પટેલ સાથે આંટો મારવા માટે ગયેલ તે વખતે ડ્રીપની પાઇપો પાથરેલ હતી અને તા .૦૬ જુલાઈ ના રોજ સવારના આશરે નવેક વાગે ખેતરમાં પાથરેલ ડ્રીપની પાઇપો ત્યાં ન જોવા મળતા કોઇ અજાણ્યો ચોર  ખેતર માંથી ડ્રીપની પાઇપો જેની કિં.રૂ .૩૬,૦૦૦ ની હોય જે ચોરી કરી લઇ જતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:36 pm IST)