Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

જિલ્લાના HIV પીડિતો માટે રાજપીપળા સિવિલ સંકુલમાં ખુલ્લું મુકાયેલું ART સેન્ટર શોભના ગાંઠિયા સમાન ?

વર્ષોથી નર્મદા જિલ્લાના એચઆઇવી પીડિતો વડોદરા સુધી જવું ન પડે તે માટે રાજપીપળા એઆરટી સેન્ટર ખુલતા ખુશ હતા પરંતુ અહીં ફક્ત દવા અને કાઉન્સિલિંગ જ થશે ની વાતે નિરાશ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં અંદાજે 400 જેવા એચઆઇવી પીડિતો છે જેમાં ઘણા પીડિતો ગ્રામ્ય વિસ્તારના ગરીબ હોવાથી લોહી ટેસ્ટિંગ માટે વડોદરા જવા આવવાનું હોવાથી તેમની આર્થિક મુશ્કેલી વધતા અમુક દર્દીઓ ગાઈડલાઈનનું પાલન ન કરતા વધુ બીમાર પડતા હોય તાજેતરમાં રાજપીપળા સિવિલ સંકુલમાં એઆરટી સેન્ટર ખુલ્લું મુકાતા તમામ ખુશ હતા પરંતુ જાણવા મળ્યા મુજબ રાજપીપળા માં કાર્યરત કરાયેલા આ સેન્ટરમાં હાલમાં માત્ર દવા અને કાઉન્સેલિંગ જ થશે જેમાં મુખ્ય બ્લડ ટેસ્ટિંગ ની કામગીરી માટે તો પીડિતો એ વડોદરા જ લાંબા થવું પડશે તો રાજપીપળા ખાતે શરૂ કરાયેલું આ સેન્ટર હાકમાં શોભના ગાંઠિયા સમાન હોય તેમ લાગી રહ્યું છે.લાગતા વળગતા અધિકારીઓ આ સેન્ટરમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તેવી માંગ ઉઠી છે.
 જોકે આ સવાલના જવાબમાં આઇઆરટી સેન્ટરના નોડલ ઓફિસર ડો.જ્યોતિબેન ગુપ્તા એ જણાવ્યું કે આ વ્યવસ્થા જીસેક્સ(ગુજરાત એઇડ્સ કંટ્રોલ સોસાયટી) દ્વારા કરવામાં આવી છે માટે ત્યાંથી બ્લડ ટેસ્ટિંગ સહિતની વ્યવસ્થા કરાશે પરંતુ હાલમાં તો ફક્ત દવા અને કાઉન્સિલિંગની કામગીરી અહીંયા શરૂ કરાઇ છે.હવે બ્લડ અને અન્ય કામગીરી ક્યારે ચાલુ થાય એ જીસેક્સ માંથી ખબર પડશે.

(10:34 pm IST)