Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે લાછરસ ખાતે ડો શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિવનમાં વૃક્ષારોપણ કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નાંદોદ તાલુકાના લાછરસ ગામની મુલાકાતે આવતા જિલ્લાના ભાજપ આગેવાનો અને કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું,સ્વાગત બાદ પાટીલ ભાજપ હોદેદારો સાથે ડો શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિવનમાં પહોંચી ત્યાં 11,000 વૃક્ષોના વૃક્ષારોપણ ની શરૂઆત કરાવી હતી, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે સાંસદ ગીતાબેન રાઠવા,સાંસદ મનસુખભાઇ વસાવા,નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રવક્તા ભરતભાઈ ડાંગર,નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા,નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

(10:32 pm IST)