Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

અમદાવાદ સાબરમતીમાં 11 વર્ષ પહેલાના હત્યાના ફરાર બે આરોપીને ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ

15 પૈકી 3 રોપરી જેતે સમયે પકડાઈ ગયા હતા બાકીના ફરાર હોય તે પૈકીના બે આરોપી ફરી ઝડપાઇ ગયાઅમદાવાદ સાબરમતીમાં 11 વર્ષ પહેલા બે ભાઈઓની હત્યા કરવામાં આવી હતી. આ આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 11 વર્ષ બાદ સુરત ખાતેથી ઝડપી પાડ્યા છે. જો કે, આ કેસમાં 15 આરોપીઓની સંડોવણી સામે આવતા અગાઉ ત્રણ આરોપીઓને પોલીસ પકડી પાડ્યા હતા.

અમદાવાદ : શહેરના સાબરમતી વિસ્તારમાં વર્ષ 2009માં અદાવતમાં બે ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. જો કે, પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી ત્રણ લોકોની ધરપકડ કરી હતી. જયારે આ ગુનાને અંજામ આપનાર ઘણા આરોપીઓ ફરાર હતા. જેથી તેઓની શોધખોળ માટે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. બે આરોપીઓ સુરત હોવાની જાણ થતા ક્રાઈમની ટીમે તેઓને સુરત ખાતેથી ઝડપી પાડ્યા હતા.

આરોપી બબલુ કુશવાહ અને સુંદર સિંઘ કુશવાહની વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું કે સામાન્ય બાબતે ઝગડો થયો હતો અને બન્ને ભાઈઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જો કે, આ મૃતક ભાઈઓ અમદાવાદ એરપોર્ટ પર ચણાચોર ગરમ વેચતા હતા અને ધંધાકિય હરીફાઈના કારણે આ ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી હુમલો કરવા માટે પ્લાનિંગ કર્યું હતું.

જેમાં 22 નવેમ્બર 2009ના રોજ રામ અવતાર પ્રજાપતિ અને તેના ચાર સાળાઓ એરપોર્ટથી ઓટો રીક્ષામાં બેસી સાબરમતી જતા હતા. તે દરમિયાન પ્રબોધ રાવળ બ્રિજના છેડા પર 2 રીક્ષાઓ આવી ફરિયાદી અને મરણ જનાર મુકેશ પ્રજાપતિ અને શ્રીકાંત પ્રજાપતિ પર ફાયરિંગ કરી જીવલેણ હુમલો કર્યો હતો. જોકે સારવાર દરમ્યાન શ્રીકાંત તને મુકેશ પ્રજાપતિનું મોત નીપજ્યું હતું. આ કેસમાં પોલીસે તપાસ કરતા 15 જેટલા શખ્સોની સંડોવણી બહાર આવતાં ત્રણ આરોપીઓની અગાઉ ધરપકડ કરી ચૂકી હતી. જ્યારે હજુ પણ અન્ય આરોપીઓ આ કેસમાં પોલીસ ચોપડે ફરાર છે.

 

(8:40 pm IST)