Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

કુટુંબના મોભીની છત્ર છાયા ગુમાવનાર વિદ્યાર્થીઓને મદદરૂપ બન્યું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ

વિરમગામ વિસ્તારના 50વિદ્યાર્થીઓને સંદર્ભ પુસ્તક, નોટબુક અને સ્કૂલ બેગ જેવી જરૂરિયાત મુજબ વસ્તુઓનું વિતરણ કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમદાવાદ જિલ્લા પ્રેરિત 'સ્ટુડન્ટ ફોર સેવા દ્વારા અમેરિકા સ્થિત લાસ્ટ માઈલ ગ્રુપ અને વજાણી ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ ના સહયોગ થી વિરમગામ વિસ્તારના આશરે 50વિદ્યાર્થી ઓને સંદર્ભ પુસ્તક, નોટબુક અને સ્કૂલ બેગ જેવી જરૂરિયાત મુજબ વસ્તુઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું.   પ્રવર્તમાન પરિસ્થિતિમા બાળકો ને અભ્યાસ માટે મદદરૂપ થવા માટે ધોરણ પ્રમાણે સંદર્ભ પુસ્તકોનું વિતરણ, રોજગારી માટે સાધન સહાય, શાળા ફી ની ચુકવણી વિગેરે રીતે મદદરૂપ થવા નો પ્રયત્ન કરી રહ્યા છે. સંદર્ભ પુસ્તક વીગેરે નું વિતરણ વિદ્યાથી પરિષદ પ્રાંત સંગઠન મંત્રી  અશ્વિનિજી શર્મા, જિલ્લા પ્રમુખ તેજસ વજણી, જિલ્લા સંયોજક  અંકિત ભાઈ નાયી, જિલ્લા સંગઠન મંત્રી  અમનસિંહ ચાવડા તથા અમદાવાદ જિલ્લાના કાર્યકરોની ઉપસ્થિતિમા કરવામાં આવ્યું હતું. કાર્યને લાસ્ટ માઈલ ગ્રુપના નિર્મમ સાનડે સરા, પ્રિયંકા ગણાત્રા અને સભ્યો એ શુભકામના પાઠવી હતી. કાર્યક્રમ સફળ કરવા માટે નગરમંત્રી  ચામુંડા સિંહ પવાર, બાવળા નગર મંત્રી સિદ્ધરાજ સિંહ ગોહિલ સહિતના કાર્ય કરોએ જહેમત ઉઠાવી હતી અને વધુ ને વધુ મદદરૂપ થવા આશા વ્યક્ત કરી હતી

(7:09 pm IST)