Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

શુક્રવારે રાજ્યપાલના વરદ હસ્તે સંસ્કૃત સાહિત્ય અકાદમીનું

‘સાહિત્ય ગૌરવ સન્માન ટંકારાના મુનિ દયાલને એનાયત કરાશે

ગાંધીનગર :ગુજરાત સાહિત્ય અકાદમી અંતર્ગત સંસ્કૃત સાહિત્ય અકાદમી તરફથી વર્ષ ૨૦૨૦ સાહિત્ય ગરવ સન્માન જાહેર કરવામાં આવ્યા છે. સંસ્કૃત સાહિત્ય અકાદમૌ અંતર્ગત વર્ષ ૨૦૨૦ના સાહિત્ય ગૌરવ સન્માન માટે ગુજરાતીમાં વેદ કથોનો અનુવાદ કરનાર ટકારાના ડો.દયાલજી માવજીભાઈ પરમાર (દયાલ મુનિ) ને પસંદ કરાયા છે. શ્રી મુનિના ગૌરવ સન્માન સમારંભનું આયોજન તા. ૦૯ જુલાઇને શક્રવારે ટંકારા (જી. મોરબી) મુક્રમે સવારે ૧:૦૦ વાગ્યે યોજાયુ છે.  ગાંધીનગરથી મહામહિમ રાજ્યપાલરી આચાર્ય દેવ ઉંદબોધન કરશે અને ટંકારા મુકામે યોજાનાર કાર્યક્રમમાં સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા શ્રી દયાલ મુનિનું સન્માનપત્ર સ્મૃતિચિહ્ન અને એક લાખ રૂપિયાની રાશિ અર્પિત કરી સન્માનિત કરશે. રાજભવન તરફથી પણ બે લાખ રૂપિયાની ધન રાશિ અધ્યક્ષના વરદ હસ્તે સન્માનરૂપે અપાશે  આ કાર્યક્રમમાં ટંકારાના નગરજનો ઉપસ્થિત રહેશે

ઉપસ્થત રહેશે.

(7:05 pm IST)