Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

આઈ.ટી.આઈ.ના નિયમિત અને રીપીટર તાલીમાર્થીઓને માસ પ્રમોશન

વ્યવસાય કસોટીના અંદાજીત ૧૧,૩૧૭ તાલીમાર્થીઓ મળી કુલ ૩૫,૧૧૭ તાલીમાર્થીઓને લાભ

ગાંધીનગર : શ્રમ અને રોજગાર વિભાગ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, રાજય સરકારએ આઇ.ટી.આઇ.ના સપ્ટેમ્બર-૨૦૨૦ ની પરીક્ષામાં બેસવાપાત્ર નિયમિત તથા રીપીટર તાલીમાર્થીઓની થીયરીકલ વિષયોની પરીક્ષા રદ કરીને શ્રમ અને રોજગાર વિભાગના તા.૦૭/૦૭/૨૦૨૧ ના ઠરાવ ક્રમાંકઃ TLM/ 122021/287069(PF-1)/R-2 થી GCVT કક્ષાના CTS Non-Affiliated વ્યવસાયોના અને મૂળ રાજય વ્યવસાય કસોટીના (રીપીટર સહિતના) તાલીમાર્થીઓની Theoretical વિષયોની પરીક્ષા બાકી છે તે વિષયોમાં મિનિમમ પાસિંગ માર્ક્સ આપી બાકીના Theoretical વિષયોમાં તેમજ પ્રેકટીકલ અને એન્જીનીયરીંગ ડ્રોઇંગ વિષયોની પરીક્ષામાં ગેરહાજર રહેલ હોય તેવા તાલીમાર્થીઓને પણ Mass Promotion આપીને પરીણામ જાહેર કરવાની નીતિ જાહેર કરેલ છે. જે અંતર્ગત CTS Non-Affiliated વ્યવસાયોના અંદાજીત ૨૩,૮૦૦ તાલીમાર્થીઓ તથા મૂળ રાજય વ્યવસાય કસોટીના અંદાજીત ૧૧,૩૧૭ તાલીમાર્થીઓ મળી કુલ અંદાજીત ૩૫,૧૧૭ તાલીમાર્થીઓને લાભ થનાર છે.                   

(6:21 pm IST)