Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

વડોદરાની દુમાડ ચોકડી નજીક રીક્ષા પલ્ટી જવાના જુદા જુદા બે બનાવમાં નવ શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા: શહેરમાં રિક્ષા પલટી જવાના જુદા જુદા બનેલા  બે બનાવમાં નવેક જણાને ઓછીવત્તી ઇજા પહોંચી હતી.

ગોલ્ડન ચોકડીથી દુમાડ ચોકડી વચ્ચે તા.૪થીએ  બપોરે બનેલા બનાવની વિગત એવી છે કે,આણંદ સ્ટેશન નજીક રહેતા ગણપતભાઇ સોલંકી અને અન્ય છ જણા રિક્ષામાં પાવાગઢ દર્શન કરી પરત ફરતા હતા ત્યારે બ્રિજ પાસે એક વાહન આગળ આવી જતાં ગણપતભાઇએ સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.

જેથી રિક્ષા પલટી જતાં ધુ્રવ જાદવ ઉછળીને રોડ પર  ફેંકાયા હતા.જ્યારે,રિક્ષા ચાલક સહિત કુલ પાંચેક જણાને ઓછીવત્તી ઇજા થઇ હતી.સમા પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધ્યો છે.

અન્ય એક બનાવમાં અકોટાના માળી મહોલ્લામાં રહેતા નરેન્દ્રભાઇ માળી ગઇકાલે બપોરે તેમના ફળિયાના અજય માળી સહિત પાંચ જણાને લઇ સાવલીના ભમ્મરઘોડા ખાતે જઇરહ્યા હતા ત્યારે પોલીટેકનિક કોલેજ પાસે  સ્પીડ બ્રેકરના કારણે તેમણે બ્રેક  મારતા પાછળથી આવતી ટ્રકે ટક્કર મારી હતી.જેથી રિક્ષા પલટી જતાં ચાલક નરેન્દ્ર ભાઇ અને રેખાબેનને ઇજા થઇ હતી.જ્યારે અન્ય લોકોને પણ ઓછીવત્તી ઇજા થઇ હતી.ફતેગંજ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.

(4:52 pm IST)