Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

વડોદરામાં આજવારોડ નજીક વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી

વડોદરા:પોલીસે આજવારોડ પરથી વિદેશી દારૃનું ગોડાઉન પકડયું છે.પોલીસે પાંચ આરોપીને ઝડપી પાડી ૧૬.૨૧ લાખનો દારૃ કબજે લીધો છે.જ્યારે બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.આ સ્થળે કેટલા સમયથી દારૃનો જથ્થો ઉતાર્યો હતો ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બાપોદ પોલીસનો સ્ટાફ આજે સવારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં  હતો.તે સમયે એ.એસ.આઇ.જ્યંતિભાઇને માહિતી મળી હતી કે,આજવારોડ સરદાર એસ્ટેટની પાછળ ભગવતીનગરની પાછળ આવેલા કેટરિંગના ગોડાઉનમાં વિદેશી દારૃનો જથ્થો સંતાડયો છે.જેથી,પી.આઇ.જે.આઇ.પટેલની સૂચના મુજબ ગોડાઉનમાં રેડ પાડી હતી.પોલીસને ગોડાઉનમાંથી ૧૬.૨૧ લાખનો વિદેશી દારૃ મળી આવ્યો હતો.પોલીસે આ ગુનામાં પાંચ આરોપી (૧) ભરત મહેશભાઇ કહાર (રહે.સંગમ ક્વાટર્સ,વારસિયા રીંગરોડ) (૨)બલરામ કેશવદાસ શર્મા (રહે.મારૃતિનગર,સયાજી ટાઉનશિપ રોડ)(૩) સુરેશ ચીમનભાઇ રાજપૂત (રહે.સંગમ ક્વાટર્સ,વારસિયા રીંગરોડ) (૪)કમલેશ દશરથભાઇ જયસ્વાલ (રહે.રામખેડા ગામ,તા.સરદારપુર,જિ.ધાર થાના રાજોદ (એમ.પી.)અને (૫) બ્રિજેશ કેલાસભાઇ રાજપૂત (રહે.મારૃતિનગર,સયાજી ટાઉનશિપ રોડ)ને ઝડપી પાડયા છે.જ્યારે બે આરોપી બંટી કૈલાસભાઇ  તિવારી (રહે.મારૃતિનગર,આજવારોડ) અને અનિલ ઉર્ફે એન્થોનીને વોન્ટેડ જાહેર કર્યો છે.

 

(4:51 pm IST)