Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

વડોદરાના ગેંડા સર્કલ નજીક આવેલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત મહિલાના દાગીના ચોરી કરનાર ચોરને ઝડપવામાં આવ્યો

વડોદરા: શહેરના ગેંડા સર્કલ નજીક આવેલી મલ્ટીસ્પેશિયાલીટી હૉસ્પિટલમાં દાખલ થયેલી કોરોના ગ્રસ્ત મહિલા ના દાગીના ચોરનાર સર્વને પોલીસે ઝડપી પાડી છે. ઉંડેરા રોડની નિલેશ નગર સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ વાઘેલા અને તેમના માતા માર્ચ મહિનામાં કોરોના સંક્રમિત થતા ગેંડા સર્કલ થી ઇલોરાપાર્ક વચ્ચે આવેલી ટ્રાય કલર હોસ્પિટલમાં દાખલ થયા હતા. જે દરમિયાન મેડિકલ ટેસ્ટ કરાવતી વખતે તેમની માતા ના દાગીના કાઢીને ઓશિકા નીચે મૂકવામાં આવ્યા હતા.હોસ્પિટલમાંથી આ દાગીના ગુમ થઈ જતા રજા લીધા બાદ કલ્પેશભાઈ એ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે લીધા હતા તેમજ કર્મચારીઓની પૂછપરછ કર્યા બાદ સરવણ તરીકે કામ કરતી સુશીલા રામસિંગભાઈ પઢિયાર (રહે. વુડાના મકાનમાં, વાડી મહાદેવ તળાવ પાસે) ને ઝડપી પાડી રૂ.1.10 લાખના દાગીના કબજે કર્યા છે.

(4:51 pm IST)