Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ખેડા જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી પાંચથી વધુ શખ્સોની અટકાયત કરી

ખેડા:જિલ્લામાં બે અલગ અલગ સ્થળો પર ચાલતા  જુગારધામો ઉપર સ્થાનિક પોલીસ ટીમે દરોડા પાડયા હતા.નડિયાદ તાલુકાના બિલોદરા હાઇસ્કુલ પાછળ અને માતરના સંઘાણામાં ચાલતા વરલી મટકાના જૂગારઘામ પરથી પાંચથી વધુ વ્યક્તિઓની અટકાયત કરી છે. 

નડિયાદ ગ્રામ્ય પોલીસની ટીમ સોમવારની રાતે પેટ્રોલિંગમાં નિકળી હતી તે સમયે બાતમી મળી હતી કે બિલોદરા હાઇસ્કુલની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો પોતાના ફાયદા માટે હારજીતનો પત્તા પાનનો જૂગાર રમી રહ્યા છે.જે અનુસંઘાને પોલીસ ટીમે રેડ કરી હતી.જેમાં ભૂપતભાઇ શનાભાઇ સોઢા,ભરતભાઇ ગલાબભાઇ સોઢા,જેણાભાઇ ડાહ્યાભાઇ સોઢા,કાનજીભાઇ શકરાભાઇ સોઢા,ગોવિંદભાઇ જગાભાઇ સોઢાને ઝડપી પાડયા હતા.ઉપરોક્ત પાંચેય વ્યક્તિઓની અંગઝડતી કરતા રોકડ રૂા.૨૧૦૦,દાવ પરથી રૂા.૧૩૦,મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂા.૨૫૦૦ એમ મળી કુલ રૂા.૪૭૩૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસે છ વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો નોંધી આગળની  કાર્યવાહી હાથ ધરી છે. વળી માતર તાલુકાના સંઘાણા ગ્રામ પંચાયત સામે ચાલતા વરલી મટકાના જૂગારધામ પર સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો.જેમાં મુસ્તુફાખાન કરીમખાન પઠાણને ઝડપી પાડયો હતો.આ બનાવ અંગે માતર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:49 pm IST)