Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

વિરમગામ તાલુકા ભારતીય જનતા પાર્ટી કારોબારી બેઠક મળી

વનથળ ખાતે આયોજિત બેઠકમાં ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ તાલુકા ભારતીય જનતા પાર્ટી કારોબારી બેઠક મળી હતી. વનથળ ખાતે આયોજિત બેઠકમાં  ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ઉપા અધ્યક્ષ અને અમદાવાદ જિલ્લાના પ્રભારી વર્ષાબેન દોશી, અમદાવાદ જિલ્લાના મહામંત્રી અને  ઝોન પ્રભારી મયુર ડાભી, અમદાવાદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રભુભાઈ કોળી પટેલ, ડૉ. તેજશ્રીબેન પટેલ, કિરીટસિંહ ગોહીલ, દિપકભાઈ પટેલ, રમેશભાઈ કોળી પટેલ, દશરથભાઇ કોળી પટેલ, જનકભાઇ પટેલ, મયુરભાઈ ચાવડા તથા અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર- રસીક કોળી (રૂપાવટી)

(4:47 pm IST)