Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરો 1.82 લાખની મતા ચોરી છૂમંતર....

ગાંધીનગર: જિલ્લાના ગ્રામ્ય વીસ્તારોમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે કલોલના ધાનજમાં તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડયું હતું. આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે ધાનજ ગામે રહેતાં ઘનશ્યામભાઈ વરધાભાઈ પટેલ ધાનજ ગામે કરીયાણાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત શનિવારે તેઓ માનતા પુરી કરવા માટે પરિવારના સભ્યો સાથે પાવાગઢ દર્શન કરવા માટે ગયા હતા. આ દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. રવિવારે પાડોશીનો ઘનશ્યામભાઈ ઉપર ફોન આવ્યો હતો અને કહયું હતું કે તમારા ઘરે ચોરી થઈ છેત્યારબાદ ગઈકાલે રાત્રે ઘનશ્યામભાઈ ઘરે પહોંચ્યા હતા અને ઘરમાં તપાસ કરતાં સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૧.૮ર લાખની મત્તાની ચોરી થઈ હોવાનું જણાયું હતું. જેથી આ મામલે કલોલ તાલુકા મથકમાં ફરીયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. નોંધવું રહેશે કે કલોલ પંથકમાં છેલ્લા થોડા સમયથી તસ્કર ટોળીનો તરખાટ વધી રહયો છે ત્યારે ધારાસભ્યના બંધ મકાનને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. જે તસ્કરો પણ હજુ સુધી પોલીસને હાથ લાગ્યા નથી.

(4:47 pm IST)