Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ચોમાસા માટે ફેવરેબલ કંડીશન બનવા લાગી : સૌરાષ્ટ્રમાં ૧૫મી સુધી સાર્વત્રિક વરસાદ : એન.ડી.ઉકાણી

ગલ્ફ પ્રદેશોમાંથી આવતા ગરમ પવનોની તીવ્રતામાં ઘટાડો આવી જશે, નેગેટીવ પરીબળો દૂર થશે : બંગાળના ઉપમહાસાગરમાં ૧૧મી આસપાસ હવાનું હળવુ દબાણ બનશે, જેની દિશા ગુજરાત તરફઃ એ જ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર ઉપર સાયકલોનીક સરકયુલેશન થવાની પણ સંભાવના

રાજકોટ : જૂન મહિનામાં મેઘરાજા રીસાતા સરેરાશ વરસાદમાં ઘટ્ટ જોવા મળી રહી છે. ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી પ્રસરી છે. દરમિયાન ચોમાસા માટે ફરી ફેવરેબલ કંડીશન બની રહી છે. ગલ્ફ પ્રદેશોમાંથી આવતા ગરમ અને સુકા પવનોની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો આવી રહ્યો છે. નેગેટીવ પરીબળો દૂર થઈ રહ્યા છે. ૧૦મી જુલાઈથી છુટોછવાયો શરૂ થશે. ધીમે - ધીમે વિસ્તારો વધતા જશે અને ૧૫મી જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડી જશે તેમ હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને વેધર એકસપર્ટ શ્રી એન.ડી.ઉકાણીએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

તેઓએ જણાવેલ કે ચોમાસાને લગતા પરીબળો ફરી મજબૂત બનવા લાગ્યા છે. ફેવરેબલ કંડીશન બનતુ જાય છે. ૧૦મી જુલાઈથી છુટોછવાયો શરૂ થશે. જે ૧૫મી સુધીમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસી જશે.

બંગાળના ઉપમહાસાગરમાં ૧૧ જુલાઈ આસપાસ હવાનું હળવુ દબાણ બનશે. જેની દિશા ગુજરાત તરફ હશે. આ ઉપરાંત એ જ સમય દરમિયાન સૌરાષ્ટ્ર ઉપર એક સાયકલોનીક સરકયુલેશન થવાની શકયતા છે.

શ્રી એન.ડી. ઉકાણીએ વધુમાં જણાવેલ કે ગલ્ફના દેશોમાંથી આવતા ગરમ પવનોની તીવ્રતા ઘટી જશે. નેગેટીવ પરીબળો દૂર થઈ જશે. તેઓએ એમ પણ જણાવેલ કે ક્રોસ ઈકવોરફલો મજબૂત બનતો જાય છે. એટલે કે વિશુવવૃત પ્રદેશ સોમાલીયાથી નીચેના ભાગમાં આવતા મોસમી પવનો આપણી તરફ આવતા હોય છે જે વધુ ફેવરેબલ બનતા જાય છે.

(3:17 pm IST)