Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

રાજકોટ, મહેસાણા, અમદાવાદમાં અધિક કલેકટર તરીકે ફરજ બજાવેશ

ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફીસમાં કાર્યભાર સંભાળતા હર્ષદ વોરાઃ વધારાનો પણ હવાલો

રાજકોટ તા. ૭ :.. રાજય સરકારે અમદાવાદના નિવાસી અધિક કલેકટર શ્રી હર્ષદ એમ. વોરાની ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર કમિશનર કચેરીમાં ખાસ ફરજ પદના અધિકારી (પ્રોજેકટ) તરીકે નિમણુંક કરતા ત્યાં તેમણે ચાર્જ સંભાળી લીધો છે. તેમને આ જ કચેરીના બીજા એ. એસ. ડી. (જનરલ) ની ખાલી પડેલ જગ્યાનો વધારાનો હવાલો પણ સોંપાયો છે. તેમને કારકીર્દીમાં   પ્રથમ વખત રાજયકક્ષાની જગ્યાએ કામ કરવાની તક મળી છે.

શ્રી હર્ષદ વોરા ભૂતકાળમાં ગોધરામાં પ્રાંત અધિકારી કચ્છમાં આર. ટી. ઓ.ના વડા રાજકોટ, મહેસાણા અને અમદાવાદમાં નિવાસી અધિક કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. અમદાવાદમાં ફરજ દરમિયાન કોવિડ કાળમાં તેમણે એક પણ રજા રાખેલ નહીં. દાંડી કુચ, જમીન કૌભાંડોને લગતી રપ૦ ફાઇલોનો નિકાલ, શ્રમિકોને વતનમાં મોકલવા માટેની ટ્રેન વ્યવસ્થા વગેરેમાં તેમનો ફાળો મહત્વનો રહ્યો છે. (મો. નં. ૯૯૭૮૪ ૦પ૧૭૩ ગાંધીનગર)

(1:04 pm IST)