Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

શનિવારથી રાજયમાં ફરીથી વરસાદી માહોલ :હવામાન વિભાગની આગાહી

રવિવારે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનતા વરસાદનું જોર વધશે :અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની શકયતા

અમદાવાદ,તા.૭  હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૧૦ જુલાઈથી રાજયમાં વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને પહેલા દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આગામી ૧૧ જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે તેવું હવામાન વિબાગ દ્વારા કહેવામાં આવ્યું છે. લો પ્રેશરને કારણે રાજયમાં વરસાદનું જોશ વધશે. હાલ રાજયમાં ઉકળાટને કારણે સૌ કોઈ હેરાન પરેશાન થઈ ગયા છે. ગરમીથી કંટાળેલા લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે.

જોકે હવામન વિભાગનું કહેવું છે કે રાજયમાં ૯ જુલાઈ સુધી તો લોકોએ ઉકળાટ સહન કરવોજ પડશે. ત્યારબાદ વરસાદનું આગમન થશે, અમદાવાદ અને ગાંધીનગરમાં ૧૧ જુલાઈના રોજ હળવા વરસાદની શકયતા છે.

(11:39 am IST)