Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ત્રણ તાલુકામાં જ વરસાદ

દક્ષિણ ગુજરાતના નર્મદાના ડેડિયાપાડામાં ૭ મી.મી. ડાંગના વઘઈમાં ૩ મી.મી અને વલસાડમાં ૨ મી.મી વરસાદ નોંધાયો

અમદાવાદ : રાજ્યમાં ત્રણ જિલ્લાના ત્રણ તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં નર્મદાના ડેડિયાપાડામાં ૭ મી.મી. ડાંગના વઘઈમાં ૩ મી.મી અને વલસાડમાં ૨ મી.મી વરસાદ નોંધાયો છે.

  રાજ્યમાં કચ્છમાં ચોમાસાની અત્યાર સુધીની સીઝનનો સરેરાશ ૨.૨ ઈંચ વરસાદ થયો છે, ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો ૩.૬૬ ઈંચ વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં અત્યારસુધીની ચોમાસાની કુલ સીઝનનો ૪.૮૦ ઈંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધીની કુલ સીઝનનો ૩.૩ ઈંચ જેટલો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યારસુધીનો કુલ ૯.૩૭ ઈંચ વરસાદ થયો છે.

   
(11:33 am IST)