Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ગાંધીજીને મૃત્યુનો આભાસ થઇ ગયો હતો...?

ગાંધીજીએ ઢેબરભાઇને કહેલ કે કાલે જિવીત રહીશ તો સૌરાષ્ટ્ર રાજ્યનો મંગલ પ્રારંભ કરાવવા જરૂર આવીશ... પણ એ બન્યું નહિ...

ઉષાકાંતભાઇ સાથેના સંસ્મરણો વાગોળતા લવકુમાર મિશ્રા

રાજકોટ : ખૂબ જ જાણીતા પત્રકાર, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ધ સર્ચલાઇટમાં સેવા આપનાર અને હાલ પટણા - બિહાર રહેતા શ્રી લવકુમાર મિશ્રાએ તાજેતરમાં જ અવસાન પામેલા સૌરાષ્ટ્રના પીઢ પત્રકાર અને રાજકીય અગ્રણી સ્વ. ઉષાકાંતભાઇ માંકડ સાથેના સંસ્મરણો ફેઇસ બુક પેઇજ ઉપર મુકયા હતા. તેઓ લખે છે કે સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી સ્વ. યુ.એન.ઢેબર સાથેની વાતચીતમાં ગાંધીજીએ પોતાના નિશ્ચિત આવી રહેલ મૃત્યુ અંગેની આંતર- સ્ફૂરણા કેવી રીતે વ્યકત કરી હતી તે ઉષાકાંતભાઇએ તેમને જણાવી હતી. તેમણે કહેલ કે હું જો કાલે જીવીત રહીશ તો નવા રાજ્યનો મંગલ પ્રારંભ કરાવીશ... અને તેમના શબ્દો સાચા પડયા હતા. બીજા જ દિવસે ઢેબરભાઇ, રસિકભાઇ પરીખ, તેમના કેબીનેટ સાથીઓ અને ઉષાકાંત માંકડ મહાત્મા ગાંધીજીની સાંજની પ્રાર્થના પૂરી થવાની રાહ જોતા હતા. ત્યાં જ ગોળીબારના અવાજ સંભળાયા અને અમે સમજી ગયા કે સૌરાષ્ટ્ર રાજ્યનો પ્રારંભ કરાવવા બાપુ હવે આવશે નહીં...

(10:28 am IST)