Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

LPG સિલિન્ડરની સબસીડી ભાજપે ગાયબ કરી : 95 ટકા લોકોને મોંઘવારીના દાવાનળમાં ધકેલ્યા : કોંગ્રેસનો આક્ષેપ

ગુજરાતના 10 લાખ એલ.પી.જી. ગેસ કનેક્શન ધરાવતા પરિવારોની મોંઘવારીનો માર

અમદાવાદ :ગુજરાતના 10 લાખ એલ.પી.જી. ગેસ કનેક્શન ધરાવતા સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોની મોંઘવારીનો માર આપતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે LPG સિલિન્ડરની સબસીડી ગાયબ કરીને દેશના 95% લોકોને મોંઘવારીના દાવાનળમાં ધકેલી દીધા છે. વર્ષ 2020-21ના કેન્દ્રીય બજેટમાં LPG સિલિન્ડર માટે રૂ.40,915 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જેની સામે વર્ષ 2021-22 ના બજેટમાં LPG સિલિન્ડર સબસીડી માટે માત્ર રૂ.12,995 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે રૂ.27,920 કરોડનો સીધો બોજો લોકો ઉપર નાંખવામાં આવ્યો છે.

ડો. દોશીએ વધુમાં ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ અને LPG સિલિન્ડરના વધતા ભાવો માટે આંતરાષ્ટ્રીય બજારને જવાબદાર ગણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી હોવાનું જણાવીને શું આ સબસીડી ઉપર કાપ પણ આંતરાષ્ટ્રીય બજારે મુક્યો છે ? શું સરકારનું કામ માત્ર ટેક્સ ઉઘરાવવાનું છે, લોકોને રાહત આપવાની કોઈ જવાબદારી નથી ? તેવા સવાલો કર્યા છે.

મંદી, મોંઘવારી અને મહામારીમાં પરેશાન જનતા ભાજપ સરકારની છેતરપીંડીનો ભોગ બની રહી છે. અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર જેવા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરીને સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે. દેશના જીડીપી વધારવાનો વાયદો કરનાર ભાજપ સરકારમાં જીડીપીમાં સતત ઘટાડો અને ગેસ (G), ડીઝલ (D), પેટ્રોલ (P) સતત ભાવ વધારાથી પ્રજા પરેશાન છે. વર્ષ 2020માં જાન્યુઆરી 176.43 સબસીડી મળીને વર્ષ 2021માં 21.43 રૂપિયા સબસીડી કરી દેવામાં આવશે. મોટા ભાગના પરિવારોને આ ગેસ સબસીડી પણ શૂન્ય કરી દેવામાં આવી છે.

તારીખ કિંમત

30 નવેમ્બર – 20,20, 594
1 ડીસેમ્બર – 20,20,644
1 જાન્યુઆરી – 20,21,694
4 ફેબ્રુઆરી – 20,21,719
25 ફેબ્રુઆરી – 20,21,794
1 માર્ચ – 20,21,819
1 જુન – 20,21,834

(9:21 am IST)