Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢતી રાજપીપળા પોલીસ

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લામાં દારૂના દુષણને ડામવા માટે જીલ્લા પોલીસ વડાના કડક નિર્દેશોને પગલે તથા ના.પો.અધિ રાજપીપળા ડીવીઝન ની કડક સુચના આધારે તથા પો.ઇન્સ.આર.એન.રાઠવા,તથા પો...એમ.બી. વસાવા, રાજપીપળા પો.સ્ટે.ના માર્ગદર્શન હેઠળ મળેલ ચોકકસ બાતમી આધારે વાવડી ગામ ખાતે રહેતી મનિષા બેન નિખીલભાઇ વસાવા તથા વિનોદભાઇ મનજી ભાઇ વસાવા રહે, વેલઠંડી તા. ગરૂડેશ્વર જિ.નર્મદાના મેળાપી પણાંમાં મનિષાબેન નિખીલભાઇના ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે તેવી બાતમી આધારે રેઇડ કરતાં ઘરની પાછળ આવેલ કોતરમાં રેતીના ઢગલા માં વિદેશી દારૂ ની ૭૫૦ મી.લી.ના હોલ નંગ- કિં.રૂ.૪૦૦૦ તથા ૧૮૦ મી.લી.ના ક્વાટરીયા નંગ-૩૦ કિ.રૂ.૩૦૦૦ તથા એક સેમસંગ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૩૦૦૦  મળી કુલ કિંમત.રૂ.૧૦,૦૦૦ નો મુદ્દામાલ પકડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(11:15 pm IST)