Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ધરમપુર ખાતે દશેરા પાર્ટી નજીક મેદાનમાં સેન્યમા પોતાની કારકિર્દી બનાવવા ઇચ્છતા હોઇ તેવા યુવક-યુવતીઓ માટે પ્રથમ બેચનો પ્રારંભ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :સૈન્યમાં પોતાની કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવક-યુવતીઓ માટે માજી પૂર્વ સૈનિક સ્વર્ગીય દિનકરભાઇ પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલું યુવા એકતા મંચ મિલેટ્રી ટ્રેનિંગ એકેડમી તેમના અવસાન બાદ બંધ પડી હતી પરંતુ નજીકના જ આર્મીના નિવૃત્ત એવા કેપ્ટન શંકરભાઈ ગવળી ને તેમના અન્ય મિત્રોના સહકાર થી ફરીથી આ એકેડમીનો પ્રારંભ ધરમપુર ખાતે કરવામાં આવ્યો છે

  ધરમપુર ખાતે દશેરા પાર્ટી નજીક આવેલા મેદાન ઉપર પ્રથમ બેચનો પ્રારંભ થયો હતો જેમાં દોઢસોથી વધુ યુવાન યુવતીઓ જોડાયા હતા આજે એકેડમીના પ્રારંભ પૂર્વે લેહ લદાખમાં શહીદ થયેલા દેશના જવાનોને બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી માજી પૂર્વ સૈનિક સ્વર્ગીય દિનકરભાઇ પટેલ દ્વારા યુવાનોને માર્ગદર્શન મળી રહે તે માટે યુવા એકતા મંચ pre-military ટ્રેનિંગ એકેડમી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમણે ૧૦૫ જેટલા યુવકો અને ૩૨ જેટલી યુવતીઓ ને ટ્રેનિંગ આપી ને તેમના થકી itbp સીઆઇએસએફ આરપીએફ indian navy જેવા અનેક ફિલ્ડમાં પસંદગી પામ્યા છે પરંતુ તેમના અવસાન બાદ આ એકેડમી કેટલાક કારણોસર બંધ થઈ ગઈ હતી જેને લઇને યુવાનોને જેવો દેશ સેવા માં જવા માંગતા હોય તેમને યોગ્ય માર્ગદર્શન અને પ્લેટફોર્મ મળતું ન હતું ત્યારે હવે ધરમપુર નજીકના જ એક નિવૃત કેપ્ટન શંકરભાઈ ગવળી,રવલા ભાઈ દાંડવીયા  સુરેશભાઈ પટેલ અને દીપક પટેલ ના સહયોગથી ઇન્ડિયન આર્મીમાં જવા ઇચ્છતા કે સરકારી અર્ધસરકારી દળમાં જોડાવા ઇચ્છતા તમામ યુવક-યુવતીઓને ફ્રી ટ્રેનિંગ આપવાનું કાર્ય શરૂ કર્યું છે

 આ એકેડમીના પ્રારંભે દીપ પ્રાગટ્ય કરીને મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી કાંતિભાઈ પાડવી જિલ્લા સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ ના ગણેશભાઈ બિહારી વિકાસભાઈ જાદવ અને ડોક્ટર નીરવભાઈ ઉપસ્થિત રહ્યા હતા તેમણે તમામ યુવક-યુવતીઓને પ્રોત્સાહિત કર્યા હતામહત્વનું છે કે ધરમપુર કપરાડા આહવા-ડાંગ જેવા વિસ્તારોમાં અનેક યુવક-યુવતીઓ છે જેઓ પોતાની કારકિર્દી સેનામાં બનાવવા ઇચ્છતા હોય છે પરંતુ તેઓને યોગ્ય માર્ગદર્શન મળતું નથી ત્યારે યુવા એકતા મંચ pre-military ટ્રેનિંગ એકેડમી શરુ થતા હવે આવા યુવાનોને નિશુલ્ક ટ્રેનિંગ મળશે આજે મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ પ્રથમ બેચમાં જોડાયા છે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશાબેન ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું

(8:33 pm IST)