Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

સુરતમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા :TRB જવાનો અને ટિકટોક સ્ટારે જાહેરમાં કરી ઉજવણી

વિડિઓ વાયરલ થતા 12 TRB જવાનોને છુટા કરી દેવાયા

 સુરત :  કોરોનાની મહામારીમાં માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજીયાત છે,સુરતમાં જાહેરમાં કેક કાપી ઉજવણી કરવા પર પ્રતિબંધ છે પરંતુ આ નિયમોનું પાલન ખુદ જવાબદાર લોકોજ નથી કરી રહ્યા. સુરતના પુણા સીતાનગર પાસે સોમવારે બપોરે ચાલુ ડ્યૂટી દરમિયાન TRB જવાનોએ કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયો વાઇરલ થતાં પગલે 12 TRB જવાનોને છૂટા કરી દેવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે. દીધા હતા. 6 મહિલા TRB પણ આ ઉજવણીમાં સામેલ હતી. જેમાંથી એક મહિલા TRBનો જન્મદિવસ ઉજવવા પુણા સીતાનગર બ્રીજ નીચે તમામ લોકો ભેગા થયા હતા. TRB જવાનો ચાલુ ડ્યૂટીએ કેક કાપી ઉજવણી કરતા હતા. કોઈ નાગરિકે આ વીડિયો ઉતાર્યો હતો.

   બીજી તરફ કેક કાપી ઉજવણી કરવાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. રોહિત ઝીંજુરકે નામના યુવકે આ ઉજવણી પોતાના મિત્રો સાથે કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પર રોહિત પોતાના વિડીયો મુકતો હતો, જોકે ટિકટોક બંધ થયા બાદ તેના ઇન્સ્ટાગ્રામ પર 10 લાખ ફોલોઅર્સ થયા હતાં, જેથી રોહિત ઝીંજુરકે પાર્ટી રાખી હતી. જેમાં તેના મિત્રો ભેગા થયા હતાં. કેક કાપી જાહેરમાં ઉજવણીમાં આવી હતી જેમાં સામેલ લોકોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, કોઈએ પણ માસ્ક પહેર્યું ન હતું સાથે જ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કર્યું હતું. ત્યારે હવે જીવનું છે કે પોલીસ આ બન્ને કેસમાં ક્યાં પ્રકારની કાર્યવાહી કરે છે.

(6:49 pm IST)