Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

રાજપીપળામાં તંત્રની લાલીયાવાડીની હદ થઈ: ડેપો પાસેની બ્લોક હેલ્થ કચેરીની બાજુમાંજ મચ્છરો નું ઉપદ્રવ સ્થાન..?!!

ઘણા લાંબા સમય થી ત્યાં ભુવો પડ્યો હોય તંત્રની નજર ને જાણે ઉલ્ટા ચશ્માં હોય તેમ નજરઅંદાજ કરતા વરસાદી પાણીનો ભરાવો થતા જોખમરૂપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકા દ્વારા થોડાં દિવસ પહેલાજ એસટી ડેપો સહિતના અમુક માર્ગો પર પડેલા ખાડા માં ડામર પથરાયો હતો છતાં ડેપો પાછળ આવેલી બ્લોક હેલ્થ ઓફીસ ને અડીને આવેલો ભુવો ત્યાંનો ત્યાંજ રહેતા હાલ પડી રહેલા વરસાદ મા આ ભુવા માં પાણી ભરાઈ રહેતા આસપાસ આવેલી સરકારી કચેરીઓમાં કામ કરતા અધિકારીઓ કે કર્મચારીઓ માટે હાલ કોરોના જેવા કપરા સમયે આ ભુવો અને અંદર ભરાયેલું પાણી ખતરારૂપ કહી શકાય.ભુવામાં પાણી ભરાઈ રહેતા અતિશય મચ્છરો નો ઉપદ્રવ જોવા મળતો હોય ત્યારે આ તરફ રહેતા લોકો કે આસપાસ ની સરકારી કચેરીઓ માટે આ ભુવો ખતરારૂપ હોય તંત્ર જો સરકારી કચેરી પાસે જ આવી બાબતે નિષ્ક્રિય જણાય તો અન્ય વિસ્તારો માં શુ હાલત હશે એ અંદાજ લગાવી શકાય છે. રાજપીપળા શહેરમાં અસંખ્ય આવા ખાડા જણાય છે જ્યાં પાણી ભરાઈ રહેતા રોગચાળો ફાટે તેવી નોબત જણાઈ છે ત્યારે પાલીકા તંત્ર આ બાબતે યોગ્ય કામગીરી કરે તેવી માંગ છે.
 

(6:43 pm IST)