Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

નર્મદા જીલ્લા માં યુરિયા ખાતરની અછત મુદ્દે લોકસરકાર માં રજુઆત

લોકડાઉનના કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે ત્યારે ખેતીની સિઝનમાં ખેડૂતો બિયારણ કરી ફરી પોતાની આજીવિકા ઉભી કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે ખાતર ની અછત ખેડૂતોની હાલત ખરાબ

(ભરત શાહ દ્વારા)  રાજપીપલા : હાલ ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતો પોતાના પાકની વાવણીમાં લાગી ચૂક્યા છે. હાલ ખેડૂતોને ખાતરની ખાસ જરૂરિયાત રહે છે તેવામાં નર્મદા જિલ્લામા યુરિયા ખાતરની અછત હોવાની બૂમ ઉઠી છે આજે ડેડીયાપાડા ખેડુત સહાય કેન્દ્ર ખાતે યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી.
         લોકસરકાર દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ પરેશભાઈ વસાવા એ જણાવ્યું હતું કે ડેડીયાપાડા ખેડૂત સહાય કેન્દ્ર ઉપર યુરિયા ખાતર લેવા માટે આજે સવારે લાંબી કતારો જોવા મળી હતી જે બાબત ધ્યાને આવતા તપાસ કરતા ખેડૂતો બે બે દિવસ અગાઉ ખાતર લેવા આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે ઉપરાંત ખેડૂતોને પૂરતું ખાતર પણ મળતું નથી,એક તરફ લોકડાઉનના કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે ત્યારે હાલ ખેતી ની સિઝન હોય ખેડૂતો બિયારણ કરી ફરી પોતાની આજીવિકા ઉભી કરવાનો પ્રયતન કરી રહ્યા છે ત્યારે ખાતરની અછતથી ખેડૂતો ની હાલત કફોડી બની છે માટે આજે આ બાબતે લોકસરકાર ની એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં ફરિયાદ કરી છે લોકસરકાર વિરોધ પક્ષ દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપી સરકાર સુધી સમસ્યા પોહચડવાનું એક માધ્યમ છે જેમાં રજુઆત કરી છે આ રજુઆત ઇ મેલ મારફતે જેતે સંબંધિત મંત્રાલય માં જશે.

(6:41 pm IST)