Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

કેવડિયા કોલોનીમાં જૂની અદાવતે બેઝબોલના બેટ અને ધારીયા વડે હુમલો : મારી નાંખવાની ધમકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના કેવડિયા કોલોની ખાતે જૂની અદાવતે હુમલો કરી મારી નાંખવાની ધમકી આપનાર બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર કેવડિયા કોલોની બ્લોક નં- ૨૩/ ૧૩૩ કેટેગરી સી, માં રહેતા શારદાબેન અશ્વિનભાઈ તડવી એ આપેલી ફરિયાદ અનુસાર તેમના પતિ અશ્વિનભાઈ ભણા ભાઈ તડવી તેમના બ્લોક સામે પોતાની ફોર વ્હીલ ગાડી નં - GJ 22 A 3118 પાર્ક કરી બાજુમાં બેઠા હતા તે વખતે જૂની અદાવતના કારણે નજીકના કોઠી ગામમાં રહેતા સોમાભાઇ મનુભાઈ તડવી ઈકકો ગાડીમાં બેસી ત્યાં આવી અશ્વિનભાઈને ગમેતેમ ગાળો બોલી ઝપાઝપી કરી તેમજ તેની સાથે આવેલા રાજેન્દ્રભાઈ કેસૂરભાઈ તડવી એ તેમને પકડી રાખી તથા સોમા તડવી એ તેમના હાથમાની બેઝબોલની બેટથી સપાટા મારી તથા ઈકો ગાડીમાથી ધારિયું કાઢી શારદાબેન ની ફોર વ્હીલને ધારિયાના સપાટા મારી ગાડીના કાચ તોડી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.આ બાબતે કેવડિયા પોલીસે શારદાબેનની ફરિયાદના આધારે કોઠી ગામના આ બે હુમલાવરો વિરુદધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(6:35 pm IST)