Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ગાંધીનગર જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્ર્મણ અટકાવવા માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું:માસ્ક ન પહેરતા લોકો પાસેથી પોલીસે દંડ વસુલવાની કામગિરી હાથ ધરી

ગાંધીનગર: જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા માટે માસ્ક ફરજિયાત કરાયું છે ત્યારે વિવિધ તંત્રોની સાથે પોલીસ પણ માસ્ક નહીં પહેરેલા  લોકો પાસેથી દંડ વસુલી રહી છે. ગઈકાલે રવિવારે એક દિવસમાં સમગ્ર જિલ્લામાં પોલીસે હાથ ધરેલી ઝુંબેશમાં માસ્ક વગરના ચાર હજાર લોકો ઝપટે ચઢી ગયા હતા જેમની પાસેથી આઠ લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. હજુ આગામી દિવસોમાં પણ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.  

અનલોકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેના કારણે બહાર ફરતાં લોકોની સંખ્યા વધી ગઈ છે.તેમાં ફરજિયાત માસ્કનું જાહેરનામું પ્રસિધ્ધ કરી માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી દંડની વસુલાત કરવામાં આવી રહી છે. ગઈકાલે રવિવારે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરનાર લોકોને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને જિલ્લામાં અલગ અલગ સ્થળોએ નાકા પોઈન્ટ ગોઠવી માસ્ક વગરના લોકોને દંડવામાં આવ્યા હતા. સમગ્ર જિલ્લામાં સવારથી સાંજ સુધી ચાલેલી કામગીરીમાં ચાર હજાર લોકો માસ્ક વગરના દંડાયા હતા.

(5:52 pm IST)