Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

આણંદ તાલુકાના અડાસ નજીક ઇંટોના ભઠ્ઠા પર ટોડ પાડવા ગયેલ બે શખ્સોએ હાથાપાઈ કરતા રંગે હાથે ઝડપાયા

આણંદ:તાલુકાના અડાસ ગામે આવેલ એક ઈંટોના ભઠ્ઠા ઉપર તોડ-પાણી કરવા ગયેલ બોરસદ તાલુકાના પીપળી ગામના બે શખ્શોએ પત્રકાર તરીકેની ઓળખ આપી તેઓ સહિત અન્ય બે વ્યક્તિઓ મળી કુલ શખ્શોએ ઈંટોના ભઠ્ઠાના માલિક સાથે ઝપાઝપી કરી અપશબ્દો બોલી બળજબરીથી નાણાં પડાવી લીધા હોવા અંગે વાસદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ભારે ખળભળાટી મચી જવા પામી છે. બનાવ અંગે વાસદ પોલીસે પીપળી ગામના શખ્શની અટકાયત કરી અન્ય શખ્શોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાના અહેવાલ સાંપડયા છે.

બોરસદ તાલુકાના વાસણા ગામે રહેતા શાદાબખાન અબ્દુલ ગફાર ખાન પઠાણનો આણંદ તાલુકાના અડાસ ગામે દૂધા તલાવડી સીમમાં આવેલ રાજુભાઈ જ્યંતિભાઈ પટેલના ખેતરમાં ડિઅર બ્રીક નામનો ઈંટોનો ભઠ્ઠો આવેલો છે. ગત સપ્ટેમ્બર-ઓક્ટોબર, ૨૦૧૯ માસમાં બોરસદ તાલુકાના પીપળી ગામના ઈકબાલ હઝરતઅલી સૈયદે તેઓના મોબાઈલ ફોન ઉપર ફોન કરી ગેરકાયદેસર રીતે ઈંટોનું વેચાણ થતુ હોવાની બીક બતાવી તેઓની પાસેથી રૃા. હજાર લીધા હતા. બાદમાં ગત તા. અને --૨૦૨૦ના રોજ ઈકબાલ સૈયદે પોતે પત્રકાર હોવાનું જણાવી ઈંટોના ભઠ્ઠામાં ગેરકાયદેસર જેસીબી મશીન ચાલુ હોવાનું જણાવી ભઠ્ઠો બંધ કરાવી દઈશ તેવો ભય બતાવી નાણાંની માંગણી કરી હતી. દરમ્યાન રવિવાર બપોરના સુમારે શાદાબખાન તથા તેઓના ભાઈ જાવેદખાન સહિતના શખ્શો ઈંટોના ભઠ્ઠા ઉપર હાજર હતા ત્યારે ઈકબાલ સૈયદ ત્યાં આવ્યો હતો અને ધાક-ધમકી આપી રૃા. લાખની માંગણી કરી હતી. દરમ્યાન ફરિયાદીએ નાણાં હોવાનું જણાવતા ઈકબાલ સૈયદે તેઓ સાથે ઝપાઝપી કરી અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો

(5:49 pm IST)