Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

સુરતના ઉઘના-મગદલ્લા રોડ પર ઘરઘાટી મહિલાએ સોનાના દાગીના સહીત રોકડની ઉઠાંતરી કરી રફુચક્કર થઇ જતા પોલીસે તપાસ હાથ ધરી

સુરત: શહેરના ઉધના-મગદલ્લા રોડ સ્થિત પ્રાઇમ શોપર્સની પાછળ હેપ્પી રેસીડન્સીમાં રહેતા પ્રકાશ જેતુમલ વાધવાણી રાંદેર રોડ રામનગર ચાર રસ્તા સ્થિત પ્રકાશ સેલ્સ કોર્પોરેશન નામે હાર્ડવેરનો ધંધો કરે છે. ગત તા. 2ના રોજ તેમણે ઘરઘાટી તરીકે સંગીતા (રહે. સુમન સાગર આવાસ, વેસુ)ને નોકરી પર રાખી હતી

સંગીતાએ માત્ર ચાર દિવસ કામ કર્યા બાદ તા. 6ના રોજ ઘરનું કામકાજ અધુરૂ છોડી છઠ્ઠા માળે રેખાબેનને ત્યાં કામ બાકી છે તે પૂરૂ કરીને આવું છું, એમ કહી ચાલ્યા ગયા બાદ પરત આવી હતી. ત્યાર બાદ પડોશી મહિલા છુટ્ટા લેવા માટે આવતા વેપારીની પત્ની કવિતાબેન બેડરૂમમાં જતા કબાટ ખુલ્લા હતા અને તેમાંથી સોનાની બંગડી, નેક્લેસ અને વીટી વિગેરે મળી રૂા. 5.45 લાખની મત્તાના દાગીના ગાયબ હતા

(5:49 pm IST)