Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ગુજરાતમાં તેજસની પેટર્ન મુજબ વધુ ૩૬ ખાનગી ટ્રેનો દોડશે

ગાંધીનગર તા. ૭ :.. અમદાવાદથી મુંબઇ વચ્ચે પહેલી ખાનગી ટ્રેન તેજસ શરૂ થયા બાદ આગામી સમયમાં ગુજરાતમાંથી ૩૬ ખાનગી ટ્રેનો દોડાવાશે. આ ટ્રેન નિયમિત ટ્રેનની સરખામણીએ અડધાથી  એક કલાક પહેલા રવાના થશે. ભાડુ પણ વધુ હશે.

રેલ્વેના અધિકારી મુજબ રેલ્વે તંત્ર દ્વારા દેશભરમાં  લગભગ ૧૦૯ ખાનગી ટ્રેનને લીલીઝંડી આપી દેવાઇ છે. જેમાં ગુજરાતમાં ૩૬ ટ્રેનને મંજૂરી મળી છે. જે તમામ તેજસની પેટર્ન મુજબ દોડશે. આ ટ્રેનમાં લોકો પાયલટ અને ગાર્ડ રેલ્વેના હોય છે. જે નવી ટ્રેનમાં પણ હોય શકે છે. ઉપરાંત પેન્ટ્રી માટે મહિલા વેઇટર હશે, જેમ તેજસમાં છે. ટ્રેન ખાનગી કંપનીઓને સોંપાશે. એસી ટ્રેનમાં ૧૬ થી ૧૮ કોચ લગાડશે. ટ્રેનની ગતિ ૧૬૦ કિલો મીટર પ્રતિ કલાકની રહેશે.

ખાનગી ટ્રેનના સંચાલન માટે કંપનીઓ પાસેથી ટેન્ડર પણ મંગાવાયા છે. આ ટ્રેનોનું મેઇન્ટેનન્સ અને દેખરેખની જવાબદારી ખાનગી કંપનીઓની રહેશે. હાલમાં ૩પ વર્ષ માટે સંચાલન સોંપાશે.

દૈનિક ટ્રેનો

મુંબઇ-નવી દિલ્હી એકસપ્રેસ, નવી દિલ્હી એકસપ્રેસ, મુંબઇ-અમદાવાદ એકસપ્રેસ, અમદાવાદ-મુંબઇ એકસપ્રેસ, સુરત-મુંબઇ એકસપ્રેસ, મુંબઇ-સુરત એકસપ્રેસ, મુંબઇ-વડોદરા એકસપ્રેસ, વડોદરા-મુંબઇ એકસપ્રેસ, મુંબઇ-દિલ્હી એકસપ્રેસ, દિલ્હી-મુંબઇ એકસપ્રેસ, અજમેર-મુંબઇ એકસપ્રેસ, મુંબઇ-અજમેર એક પ્રેસ, મુંબઇ-ભોપાલ એકસપ્રેસ, ભોપાલ-મુંબઇ એકસપ્રેસ, દિલ્હી-સાબરમતી એકસપ્રેસ, સાબરમતી - દિલ્હી એકસપ્રેસ

સાપ્તાહીક ટ્રેન

સુરત-વારાણસી એકસપ્રેસ, વારાણસી-સુરત એકસપ્રેસ, સુરત-પટના એકસપ્રેસ, પટના - સુરત એકસપ્રેસ, બેંગલુરૂ-જયપુર એકસપ્રેસ, જયપુર-બેંગલુરૂ એકસપ્રેસ, રાજકોટ-ભોપાલ એકસપ્રેસ, ભોપાલ-રાજકોટ એકસપ્રેસ, સુરત-આસનસોલ એકસપ્રેસ, આસનસોલ-સુરત એકસપ્રેસ

બે દિવસ ચાલનારી ટ્રેન

જયપુર-મુંબઇ એકસપ્રેસ, મુંબઇ-જયપુર એકસપ્રેસ, પ્રયાગરાજ-અમદાવાદ એકસપ્રેસ, અમદાવાદ-પ્રયાગરાજ એકસપ્રેસ

ત્રણ દિવસ ચાલનારી ટ્રેન

મુંબઇ-ઇન્દોર એકસપ્રેસ,

ઇન્દોર-મુંબઇ એકસપ્રેસ

પ દિવસ ચાલનારી ટ્રેન

જોધપુર-ચેન્નઇ એકસપ્રેસ

ચેન્નઇ - જોધપુર એકસપ્રેસ

૬ દિવસ ચાલનારી ટ્રેન

જોધપુર-સાબરમતી એકસપ્રેસ

સાબરમતી-જોધપુર એકસપ્રેસ

(3:25 pm IST)