Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

વી.એસ.હોસ્પિટલને પૂર્ણ ક્ષમતાથી શરૂ કરવાની માગ સાથે ધારાસભ્ય ગ્યાસુ્દીન શેખની હાઇકોર્ટમાં અરજી

કોરોના સિવાયના અન્ય રોગના દર્દીઓની સારવારને લઈને આરોગ્ય તંત્ર બેદરકાર

 

અમદાવાદ : અમદાવાદના દરિયાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજદારે કોરોના સિવાયના દર્દીઓની સારવાર અને વીએસ હોસ્પિટલના મુદ્દા પર અરજી કરેલી છે. અરજીમાં અરજદારની રજૂઆત છે કે કોરોનાના ફેલાવવાના લીધે મોટા ભાગના હોસ્પિટલ અને આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાના દર્દીની સારવાર પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેના લીધે કોરોના સિવાયના અન્ય રોગના દર્દીઓની સારવારને લઈને આરોગ્ય તંત્ર બેદરકાર જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયમાં કોરોનાથી જેટલા મૃત્યુ થયા નથી તેના કરતાં વધુ અન્ય રોગના દર્દીઓ ના મૃત્યુ થયા છે.

અમદાવાદમાં રહેલી વીએસ હોસ્પિટલમાં કોરોના સિવાયના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. હોસ્પિટલને 1100 પથારીઓની સુવિધા ફરીથી આપો. ભૂતકાળમાં વી.એસ.હોસ્પિટલને બંધ કરવાની કામગીરી હાથ ધર્યા બાદ તેના સ્ટાફની એસ.વી.પી કે અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવેલો છે. હવે વી.એસ.હોસ્પિટલ ફરીથી શરૂ કરવામાં આવી છે, ત્યારે સ્ટાફને ફરીથી વીએસ હોસ્પિટલમાં બોલાવવામાં આવે. જેથી અહીં દર્દીઓને યોગ્ય સારવાર મળી શકે.

(12:49 am IST)