Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

મુખ્યમંત્રી રૂપાણીને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની દ્વારા રૂ. ૧૦.૪૮ કરોડનો ડિવિડન્ડ ચેક અર્પણ

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની દ્વારા રૂ. ૧૦.૪૮ કરોડનો ડિવિડન્ડ ચેક GIDCના એમ.ડી. સુશ્રી ડી. થારાએ ગાંધીનગરમાં અર્પણ કર્યો હતો. 

અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, રાજ્ય સરકારના સાહસોનો આ કંપનીમાં ૫૯ ટકા શેર ફાળો રહેલો છે. ગત નાણાકીય વર્ષમાં આ ટર્મિનલ કંપનીએ સૌથી વધુ નફો રળીને રૂ. ૧૧ કરોડ ડિવિડન્ડ તરીકે ચુકવેલા છે. રાજ્યની આ એકમાત્ર કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની છે જે દર વર્ષે ૪.૫ લાખ મેટ્રિક ટન કેમિકલનું હેન્ડલિંગ કરે છે.  

દહેજમાં પોતાની એક જેટી ધરાવતી આ ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની વાયોલેટ હાઇડ્રોકાર્બન્સના સ્ટોરેજ માટે ૩૬ ટેન્ક પણ ત્યાં ધરાવે છે. દહેજના PCPIRના વિકાસમાં આ ટર્મિનલ કંપનીનું નોંધપાત્ર પ્રદાન છે. 

એટલું જ નહીં, દહેજમાં પોતાની ક્ષમતાઓની વૃદ્ધિ અને કાર્ય વિસ્તરણ માટે ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની એક બીજી જેટીનું પણ આયોજન કરી રહી છે. 

(12:02 am IST)
  • નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ ના કારણે પૂર્ણાં અને અંબિકા નદીઓ માં ઘોડાપુર ની સ્થિતિ : નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા. access_time 7:19 pm IST

  • વલસાડમાં જેટકો નામની સાહી બનાવતી કંપનીમાં લાગી ભયાનક આગ : ફેકટ્રી આસપાસના રસ્તાઓ કરાયા બંધ : નજીકની ફેકટ્રીઓમાં કામ કરતા કામદારોને પણ દૂર ખસેડાયા : કંપનીમાં થઈ રહ્યા છે જોરદાર ધડાકા : કંપનીમાં મોટી માત્રામાં અત્યંત જ્વલનશીલ પદાર્થનો સંગ્રહ હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 7:04 pm IST

  • મુંબઇમાં ગઇસાંજ થી આખીરાત ઝરમરથી ભારે ઝાપટાઓ વરસ્યા : અનેક વિસ્તારોમાં પાણી ભરાયાઃ નાગપુરમાં ગઇકાલે જોરદાર વરસી ગયા બાદ સાંજથી વરસાદ નથીઃ આજે શાળા-કોલેજો બંધ access_time 1:27 pm IST