Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

નેચરલ ફલેવર્સ, હાઇજેનિક સોફ્ટ ડ્રીન્ક દેશના બજારમાં

શીકંજી અને બાફલો જેવા પીણાં માર્કેટમાં લવાશે: સ્ટો સોફ્ટ ડ્રીન્ક, જીરા સોડા, મેંગો જયુસ, કલીયર લેમન, મીનરલ વોટરનું લોન્ચીંગ : કંપની ૫૦ કરોડ રોકવા તૈયાર

અમદાવાદ,તા.૭: સોફ્ટ ડ્રીંકની દુનિયામાં મલ્ટીનેશનલ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના વર્ચસ્વ બાદ હવે હેલ્ધી, નેચરલ ફલેવર્સ અને હાઇજેનીક સોફ્ટ ડ્રીન્ક અને જયુસ બેઝ્ડ ડ્રીન્ક સાથે હવે ભારતીય કંપની સરભરા ફુડ એન્ડ બેવરેજીસ લોકોના આરોગ્ય અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખી અનોખા કન્સેપ્ટ સાથે માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. સરભરા ફુડ એન્ડ બેવરેજીસ દ્વારા તેના નવા સ્ટો નામના સોફ્ટ ડ્રીન્ક ઉપરાંત જીરા સોડા, મેંગો જયુસ, કલીયર લેમન અને મીનરલ વોટરની પ્રોડક્ટનું અમદાવાદમાં લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. સૌથી નોંધનીય વાત તો એ છે કે, સોફ્ટ ડ્રીન્કના પેકીંગ માટે પ્લાસ્ટિકની બોટલ જોખમી હોવાથી કંપની દ્વારા પેટ વર્જીન મટીરીયલ્સમાંથી પોતાની જ ફેકટરીમાં તૈયાર કરાયેલી બોટલમાં પીણું પેક કરવામાં આવે છે, આ બોટલ રિસાયકેબલ હોવાથી પર્યાવરણને પણ કોઇપણ પ્રકારના નુકસાનનો ખતરો નથી. એટલું જ નહી, કંપની જીરા સોડા, મેંગો જયુસ, કલીયર લેમન, કલબ સોડા અને ઓરેન્જ બાદ હવે આગામી દિવસોમાં શીકંજી અને બાફલો જેવા પીણાં માર્કેટમાં લાવી રહી છે એમ અત્રે સરભરા ફુડ એન્ડ બેવરેજીસના એમ.ડી અને ચેરમેન સૌરભભાઇ શાહ અને વાઇસ ચેરમેન કશીશ શાહે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોફ્ટ ડ્રીન્ક અને અન્ય પીણાંને લઇ સામાન્ય રીતે લોકોમાં તેનાથી થતા નુકસાનને લઇ જે માન્યતાઓ પ્રવર્તી રહી છે તેને મિથ્યા સાબિત કરવાના હેતુથી અમે લોકોની તંદુરસ્તી અને આરોગ્યને ધ્યાનમાં રાખી એકદમ હેલ્ધી, નેચરલ ફલેવર્ડ અને હાઇજેનીક સોફ્ટ ડ્રીન્ક અને પીણાંની પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છીએ. સ્ટો સોફ્ટ ડ્રીન્ક, જીરા સોડા સહિતની અમારી પ્રોડક્ટને ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના અન્ય રાજયોમાં અત્યારથી જ જબરદસ્ત પ્રતિસાદ સાંપડી રહ્યો છે. એક ભારતીય કંપની તરીકે લોકોને ગુણવત્તાયુકત અને આરોગ્યપ્રદ પ્રોડક્ટ ઉપલબ્ધ બનાવવા બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ. સરભરા ફુડ એન્ડ બેવરેજીસના એમ.ડી અને ચેરમેન સૌરભભાઇ શાહ અને વાઇસ ચેરમેન કશીશ શાહે ઉમેર્યું હતું કે, કડી નજીક બોરીસણા ખાતે કાર્યરત કંપનીનો પ્લાન્ટ હાલ રોજની અઢી લાખ બોટલનું ઉત્પાદન ક્ષમતા ધરાવે છે, જે હજુ વધારવામાં આવશે.

આગામી દિવસોમાં કંપની તેના પ્રોજેક્ટ વિસ્તરણ અનુસંધાનમાં રૂ.૫૦ કરોડથી વધુનું રોકાણ કરવા કટિબધ્ધ છે. સોફ્ટ ડ્રીન્ક અને જયુસ બેઝ્ડ ડ્રીન્કમાં કંપની દ્વારા આંતરરાષ્ટ્રીય કંપનીઓની નેચરલ ફલેવર્ડ અને ડ્રીન્ક બનાવવા સુગર અને ગુણવત્તાયુકત કલર ઉપયોગમાં લે છે. લોકોના આરોગ્યને હાનિકર્તા તત્વોનો પ્રોડક્ટમાં વપરાશ નહી કરાતો હોવાથી તેની ગુણવત્તા જળવાઇ રહે છે. આગામી દિવસોમાં કંપની દ્વારા સોફ્ટ ડ્રીન્કમાં શીકંજી અને બાફલો જેવા ભારતીય પીણાં બજારમાં લઇને આવશે, સાથે સાથે આગામી વર્ષોમાં કેચ અપ, ફ્રોઝન ફુડ સહિતની પ્રોડક્ટ પણ માર્કેટમાં લોન્ચ કરશે.

 

(9:53 pm IST)
  • નવસારીના ચીખલીના કુકેરી ગામે કાવેરી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. બીજા પણ 9 જેટલા નાના ચેકડેમ ઓવરફ્લો થયા છે. ચેકડેમને લઈને કુકેરી ગામના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ચેકડેમ ઉંડો કરવાની રજૂઆત તંત્રને અનેક વખત કરી હોવા છતાં કોઇ જ પગલાં ન લેવાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. access_time 7:18 pm IST

  • વલસાડ: મધુબન ડેમના 8 દરવાજા અચાનક ખોલાતા કુદરતી હાજતે ગયેલ એક યુવક પુલ પર ફસાયો: વાસના રખોલી નજીકની પુલ પરની ઘટના:ડેમ માં થી પાણી છોડાતા દમણગંગા નદી માં પાણી નું સ્તર વધતા યુવક ફસાયો:પુલ પર ફસાયેલા યુવક ને બચાવવા ફાયર બ્રિગેડ , ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પોલીસની ટીમો કામે લાગી access_time 2:03 pm IST

  • સુરેન્દ્રનગરમાં એ ડિવિઝનમાં ફરજ બજાવતા એએસઆઇ અને એક કોન્સ્ટેબલ રૂપિયા 10 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા:બંનેએ પ્રોહિબિશનનો ગુનો દાખલ નહીં કરવા માટે લાંચ માગી હતી.:એસીબીના છટકામાં આબાદ સપડાયા access_time 1:32 am IST