Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ડીસાની સોમનાથ ટાઉનશીપમાં તસ્કરો ત્રાટક્યા :રહીશોમાં ફફડાટ

ડીસાના સોમનાથ ટાઉનશીપમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો. તસ્કરોએ મકાનનું તાળુ તોડ્યુ પરંતુ તસ્કરોને કોઈ મોટી મતા હાથ લાગી નહોતી. સોમનાથ ટાઉનશીપમાં બનેલી ચોરીની ઘટના બાદ સોસાયટીના રહિશોમાં ફફડાટ ફેલાયો છે. ઘટના અંગેની જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:20 pm IST)