Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ટ્વિટર ઉપર હનુમાનજી અને સીતાજી વિશે અયોગ્ય ટિપ્પણી કરતા ગુજરાતના સસ્પેન્ડ આઇપીઅેસ ઓફિસર સંજીવ ભટ્ટ ફરી અેક વાર મોટા વિવાદમાં ફસાયા

નવી દિલ્હીઃ ગુજરાતના પૂર્વ આઇપીઅેસ ઓફિસર સંજીવ ભટ્ટે સીતાજી અને હનુમાનજી વિશે ટ્વિટર ઉપર કોમેન્ટ કરતા તેઓ વિવાદમાં ફસાયા છે.

આ વખતે તેમણે હનુમાનજીની ખુબ ચર્ચિત તસવીર પોસ્ટ કરીને એક ટિપ્પણી કરી. ત્યારબાદ તેમના ટ્વિટર એકાઉન્ટ પર લોકોએ તેમને ખુબ ટ્રોલ કર્યાં અને ખરીખોટી સંભળાવી. જો કે ત્યારબાદ સંજીવ ભટ્ટે ટ્વિટ કરીને જવાબ આપતા કહ્યું કે તેમને આ બધી વાતોથી કોઈ ફરક પડતો નથી. પરંતુ આ મામલે વિવાદ વધતો જાય છે. 

સંજીવ ભટ્ટ ગુજરાત કેડરના 1988ની બેચના આઈપીએસ અધિકારી છે. 2011માં તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં. તેઓ છાશવારે મોદી સરકાર વિરુદ્ધની પોતાની ટ્વિટના કારણે ચર્ચામાં રહે છે. હવે તેમણે હનુમાનજીની એક ચર્ચિત તસવીર પોસ્ટ કરીને લખ્યું કે શું સીતાઆ હનુમાન સાથે પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરતી. તેમની આ ટ્વિટ બાદ ટ્વિટર પર લોકોનો આક્રોશ ફાટી નિકળ્યો. 

અનેક યૂઝરે કહ્યું કે એક માતા પોતાના પુત્ર સાથે હંમેશા સુરક્ષિત મહેસૂસ કરે છે. કેટલાક યૂઝર્સે સંજીવ ભટ્ટ વિરુદ્ધ આકરી કાર્યવાહીની માગણી કરી. પત્રકાર માનક ગુપ્તાએ તેનો જવાબ આપતા કહ્યું કે લંકાનો કિલ્લો ભેદીની સીતામાતાને સુરક્ષિત મહેસૂસ કરાવવા માટે આ જ હનુમાનની જરૂર હતી. સીતાજીએ કેવું મહેસૂસ કર્યું, તે ટ્વિટર પર નહીં, રામાયણ વાંચીને કે પછી ટીવી સીરિઝ જોઈને ખબર પડશે. હનુમાનજીનું આ રૌદ્ર સ્વરૂપ રાવણ જેવા રાક્ષસોને ડરાવવા માટે હતું. તમને કેમ ડર લાગી રહ્યો છે?

પોતાના વિરુદ્ધ મોરચો ખરનારા લોકો પર નિશાન સાધતા સંજીવ ભટ્ટે લખ્યું કે તેમને આ બધી વાતોથી કોઈ ફરક પડતો નથી. આથી તેઓ કોઈનો જવાબ આપવાના નથી. 

અત્રે જણાવવાનું કે સંજીવ ભટ્ટને 2015માં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં. તેમની પત્ની કેશુભાઈ પટેલની પાર્ટીમાંથી એકવાર ભાજપ વિરુદ્ધ ચૂંટણી લડી ચૂકી છે. જો કે હારી ગઈ હતી. 2002ના રમખાણો મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ મોરચો ખોલનારા સંજીવ ભટ્ટ છાશવારે ભાજપ અને પીએમ મોદી વિરુદ્ધ ટ્વિટ અને નિવેદન આપે છે. 

(5:50 pm IST)
  • સતત ચોથા દિવસે પણ ગોવામાં ભારે વરસાદ : નાગપુર વિમાની સેવાને અસરઃ ૧૯૯૪ બાદ ગોવામાં સૌથી ભારે વરસાદઃ કોંકણ-વિદર્ભ માટે રેડ એલર્ટ જાહેર કરાયું : પણજી, માપુસા, વાસ્કો અને મડગાવમાં સતત ધોધમાર વરસાદઃ નીંચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસ્યા access_time 1:27 pm IST

  • ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદીમાં આવ્યું ધોડાપુર : મધ્યપ્રદેશમાં સારા વરસાદના કારણે ઓરસંગ નદી છલકાઇ ગઇ નવા નીરથી : ઓરસંગ નદી પરનો જોજવા આડબંધ થયો ઓવરફલો access_time 7:18 pm IST

  • રાજકોટમાં ગુજરીબજારમાં થયેલ લૂંટ નર્યું નાટક:મહિલાને પૈસાની જરૂર હોય કોલકાતાથી આવેલ કાકાના પૈસા બોયફ્રેન્ડને પહોંચાડવા માટે પૂર્વયોજિત રીતે કારસ્તાન ઘડ્યું હતું : છરીના છરકા લૂંટારૃઓએ લૂંટ કર્યાનું નાટક ખુલ્યું :ફરિયાદી યુવતીએ જાતે જ બ્લેડના છરકા કરીને પોતાને ઇજા પહોચાડેલ ;પ્રાથમિક દ્રષ્ટિએ જ શંકસ્સ્પદ લાગતી ફરિયાદમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતી એ ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ અને પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોટ access_time 11:25 pm IST