Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

લૂંટ-ધાડ અને હત્યા જેવા ર૭ ગુન્હાના ર૩-ર૩ વર્ષથી ફરાર આરોપીઓને અંતે ગુજરાત લવાયા

પોલીસ ધારે તો શું ન કરી શકે? પંચમહાલના રેન્જ વડા બ્રજેશ ઝાએ સાબીત કરી બતાવ્યું : ઇન્દોર (મધ્યપ્રદેશ) પોલીસની મદદથી બે ડઝનથી વધુ આરોપીઓ વર્ષોથી હાથ આવતા ન હતા તૈ પૈકીના ૭ ને ઝડપી લીધા : ૭ આરોપીઓના મોત થયા છેઃ ૬ જેટલા ખુંખાર આરોપીઓ મુંબઇ અને ઇન્દોરની જેલમાં છે તેઓને રથયાત્રા બાદ ટ્રાન્સફર વોરન્ટથી ગોધરા લાવીશું: રેન્જ ડીઆઇજીની અકિલા સાથે વાતચીત

રાજકોટ, તા., ૭: પંચમહાલ જીલ્લાના ગોધરા-દાહોદ અને મહીસાગર જીલ્લામાં લુંટ, ધાડ, અને હત્યાઓ સહિતના ર૭ જેટલા ભયંકર અપરાધોમાં ર૩-ર૩ વર્ષથી ફરારી બનેલા ખુંખાર ગુન્હેગારોને મધ્યપ્રદેશથી ઝડપી લાવવાનું અભિયાન આખરે પંચમહાલના રેન્જ વડાએ ઇન્દોર (મધ્યપ્રદેશ) પોલીસની મદદથી કુનેહ પુર્વક પાર પાડતા જ રાજયના પોલીસ વડા અને ગૃહ ખાતાના ટોચના અધિકારીઓ દ્વારા અભિનંદન વર્ષા થઇ છે.

ઉકત સમગ્ર ઓપરેશન અભિયાન અંગે અકિલા સાથે રસપ્રદ ઘટનાક્રમ વર્ણવતા પંચમહાલ જીલ્લાના આઇજી બ્રજેશ ઝાએ જણાવેલ કે તેઓ ભુતકાળમાં જયારે ગોધરા જીલ્લા પોલીસ વડા હતા ત્યારે મહિસાગર જીલ્લાનો પણ તેમાં સમાવેશ હતો. ભુતકાળની અને હાલની કાયદાકીય પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કરવા ક્રાઇમ રેકોર્ડ તેઓ ચેક કરતા હતા ત્યારે તેમના ધ્યાને ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવી જેઓની સામે ર૭ થી પણ વધુ ગુન્હાના આરોપ હતા તેવા ખુંખાર અપરાધીઓ ર૩-ર૩ વર્ષથી હજુ ફરારી હતા.

આ બાબતને તેઓએ ખુબ જ ગંભીર ગણી તેઓની રેન્જ હેઠળના અસપીઓ પ્રેમવીરસિંઘ (દાહોદ જીલ્લો) રાજેન્દ્રસિંહ ચુડાસમા (એસપી ગોધરા) તથા મહિસાગરના એસપી શ્રીમતી ઉષા રાડા સાથે ચર્ચાઓ કરી ઉકત આરોપીઓને પકડવા માટે આખી ઓપરેશન સ્કીમ તૈયાર કરી. અકિલા સાથેની વિશેષ વાતચીતમાં બ્રજેશ કુમાર ઝાએ જણાવ્યુ કે ઉકત ખુંખાર આરોપીઓ વરસાદની ઋતુમાં ખેતી કરવા ચોક્કસ પોતાના ગામમાં પરત આવતા હોય છે. તેવી એમ.ઓ. તેઓ જાણતા હોવાથી આ સમય પસંદ કરી એલસીબીના ત્રણેય જીલ્લાના સ્ટાફની એક વિશેષ ટીમ બનાવી.

આરોપીઓ ખુંખાર હોવાથી ઇન્દોર પોલીસના એડીશ્નલ ડીજી કક્ષાના શ્રી શર્મા વિગેરેની મદદ મેળવી  ૭ ખુંખાર આરોપીઓને ઝડપી લીધા. તેઓએ જણાવેલ કે ૬ થી ૭ ગુન્હેગારો મૃત્યુ પામ્યાનું જાણવા મળ્યું બીજા સાતેક અપરાધીઓ મુંબઇ અને ઇન્દોરની જેલમાં હોવાનું બહાર આવ્યું. રથયાત્રા બંઘેબસ્ત બાદ તેઓનો ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો લેશું. આમ અમારૂ ઓપરેશન સફળ થઇ ગયું છે.

(1:36 pm IST)
  • સોમનાથ - પોરબંદર - લોકલ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા : વાંસજાળીયા રેલ્વે સ્ટેશન પર ટ્રેન આવતાં સમયે બની ઘટના : તમામ યાત્રીઓ સલામત access_time 9:18 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જયપુરમાં જબરી રેલી : કલ્યાણકારી યોજનાના 33 જિલ્લાઓનાં લાભાર્થીઓ સાથે મોદી કરશે સંવાદ :5579 જેટલી બસો પણ બુક :અંદાજે 7.22 કરોડનો ખર્ચ થશે:કાર્યક્રમમાં 2.5 લાખ લાભાર્થીઓ એકઠા થશે તેવું અનુમાન access_time 1:18 am IST

  • રાજકોટ આર.આર.સેલનો સપાટો : ધ્રાંગધ્રાના પ્રથુગઢ ગામે થી અંગ્રેજી દારૂ સહિત રૂ. 65,32,800 નો મુદામાલ કબજે કર્યો : રાજકોટ આર.આર.સેલ ને મોટી સફળતા : રાજકોટ રેન્જ ની ટીમ દ્રારા રેઇડ કરતા સ્થાનિક પોલીસ આવી શંકાના ઘેરામાં access_time 9:17 pm IST