News of Saturday, 7th July 2018

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પાસે ૯૦ હજાર મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ : ખેડૂતોને વિતરણ કરાશે

નિગમ દ્વારા રૂ. ૮૦ લાખનો ડીવીડન્ડ ચેક મુખ્યમંત્રીને અર્પણ

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનનો રાજ્ય સરકારના ફાળાનો ડીવીડન્ડ ચેક કૃષિ વિભાગના અધિક મુખ્યસચિવ સંજયપ્રસાદ અને કોર્પોરેશનના એમ.ડી. મહમદ શાહીદના હસ્તે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને અર્પણ કરાયેલ તે પ્રસંગની તસ્વીર.

ગાંધીનગર તા. ૭ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને રાજય સરકારના સાહસ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા ર૦૧પ-૧૬ના વર્ષના ડિવીડન્ડ પેટે રાજય સરકારના ફાળાનો રૂ. ૮૦ લાખ ૮ર હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

રાજયના કૃષિ કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સંજયપ્રસાદ અને કોર્પોરેશનના મેનેજિંગ ડિરેકટર શ્રી મહમદ શાહીદે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીને આ ચેક અર્પણ કર્યો હતો.

આ કોર્પોરેશનની શેરમૂડી ૮ કરોડ ૮ લાખ રૂપિયાની છે તેની ૧૦ ટકા ડિવીડન્ડ પેટે ગુજરાત સરકારને આ ડિવીડન્ડ ચેક અર્પણ કરાયો હતો.

અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને રાજયના ધરતીપુત્રોને ખાતરની અછતના સમયે પણ સરળતાએ યુરિયા અને ડી.એ.પી. ખાતર ઉપલબ્ધ કરાવવા આ વર્ષે રૂ. ૮૫ કરોડની કિંમતે ૯૦ હજાર મેટ્રિક ટન ખાતર ખરીદીને સ્ટોરેજ કર્યુ છે.  એટલું જ નહિ, દૂર-દરાજ અંતિરયાળ વિસ્તારો સહિત રાજયમાં ૧૦૦૦ જેટલા એગ્રો બિઝનેસ સેન્ટર્સના માધ્યમથી આ કોર્પોરેશન ખેડૂતોને ગુણવત્તાયુકત ખાતર અને જંતુનાશક દવાઓ વાજબી ભાવે પૂરૃં પાડે છે. ગુજરાતના નાગરિકો સમાજવર્ગોને કાર્બાઇડ ફ્રી કેસર કેરી ઉપલબ્ધ થાય તે હેતુથી એક નવિન અભિગમ રૂપે એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન 'કેસર મેંગો ફેસ્ટીવલ'નું સફળતાપૂર્વક આયોજન કરે છે.  આ વર્ષે અંદાજે રૂ. ૮ કરોડની ૧૦૦૦ મેટ્રિક ટન કાર્બાઇડ ફ્રી કેસર કેરી તથા ગત વર્ષ આવી ૭પ૦ મેટ્રિક ટન કેસર કેરીનું નિગમ દ્વારા ગુજરાતમાં વેચાણ થયું છે.

(12:39 pm IST)
  • તેલંગાણાનો 24 વર્ષીય વિદ્યાર્થીનું અમેરિકાની એક રેસ્ટોરન્ટમાં થયેલા ગોળીબારમાં શુક્રવારે મોત નિપજ્યું હતું. વારંગલનો રહેવાસી વિદ્યાર્થી શરત કપ્પૂ અહીંની મિસૂરી યૂનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. રિપોર્ટ અનુસાર કંસાસ પોલીસને શુક્રવારે સાંજે 7 વાગ્યે એક રેસ્ટોર્ટમાં ગોળીબારની માહિતી મળી હતી. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને ઘટના સ્થળેથી લોહીમાં લથપથ શરદનો મૃતદેહ પુલમાંથી મળી આવ્યો હતો. access_time 1:19 am IST

  • રાજકોટમાં ગુજરીબજારમાં થયેલ લૂંટ નર્યું નાટક:મહિલાને પૈસાની જરૂર હોય કોલકાતાથી આવેલ કાકાના પૈસા બોયફ્રેન્ડને પહોંચાડવા માટે પૂર્વયોજિત રીતે કારસ્તાન ઘડ્યું હતું : છરીના છરકા લૂંટારૃઓએ લૂંટ કર્યાનું નાટક ખુલ્યું :ફરિયાદી યુવતીએ જાતે જ બ્લેડના છરકા કરીને પોતાને ઇજા પહોચાડેલ ;પ્રાથમિક દ્રષ્ટિએ જ શંકસ્સ્પદ લાગતી ફરિયાદમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતી એ ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ અને પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોટ access_time 11:25 pm IST

  • ગાંધીનગર: યુવા ત્રિપુટી સામે દારૂ રેડ અંગે નોંધાયેલ ફરિયાદ અંગે ઘટસ્ફોટ : પ્રવીણ ભરવાડ નામના શખ્સે મૂકી હતી દારૂની પોટલીઓ : મકાન માલિક કંચનબા મકવાણાએ પોલીસ ને આપેલ નિવેદનમાં ઘટસ્ફોટ : પ્રવીણ ભરવાડ મુકેશ ભરવાડ ચેતન ઠાકોર સહિત ના માણસોએ ધાંધલ ધમાલ મચાવી access_time 6:48 pm IST