Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

દક્ષિણ ગુજરાતમાં અનરાધારઃ સોનગઢમાં ૧૦-વરસાદ

વધઇ ૭, સાગબારા ૬, કપરાડામાં ૪ ઇંચ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદઃ ઉતર ગુજરાતના ૫૦ તાલુકાઓ કોરાધાકડ

વાપી તા.૭: રાજયભરમાં હળવા બનેલ મેઘરાજા દક્ષિણ ગુજરાત પંથકમાં યથાવત મહેર વરસાવી રહયા છે. જેને પગલે ઝરમરથી માંડી ૧૦ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે.

છેલ્લા ત્રણેક દિવસથી રાજયમાં મેઘરાજા જાણે વિરામ ઉપર જવાના મુડમાં હોય તેમ જણાઇ રહયું છે. કેટલાક વિસ્‍તારોમાં કાળાડિબાંગ વાદળો અને ઠાં પવનના સુસવાટાઓ થઇ રહયા છે પરંતુ વરસાદ પડતો નથી જેને પગલે કેટલાક વિસ્‍તારોમાં તો ધરતીપુત્ર ચિંતામાં મુકાયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૨૧ જિલ્લાના માત્ર ૮૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં મેઘરાજાએ સોૈથી વધુ મહેર દ.ગુજરાતના સોનગઢ પંથકમાં વરસાવી છે. અહીં માત્ર ૧૦ કલાકમાં આશરે ૧૦ ઇંચ (૩૨૫ મી.મી.) સાંબેલાધાર વરસાદ ખાબકતા જળબંબાકાર સ્‍થિતિ સર્જાયેલ છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર રાજયના વિવિધ વિસ્‍તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્‍ય આંકડામાં દ.ગુજરાત પંથકમાં ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં  નેત્રંગ૩૩ મી.મી.,નર્મદા જિલ્લાના તાલુકાઓમાં ડેડીયાપાડા ૫૭ મી.મી., તિલકડવાડા ૩૧ મી.મી., અને સાગબારા ૧૪૩ મી.મી. ભારે વરસાદ નોંધાયેલ છે.

તાપી જિલ્લાના તાલુકાઓમાં સોનગઢ ૩૨૫ મી.મી. ઉચ્‍છલ ૧૬ મી.મી., વાલોળ ૨૩ મી.મી., વ્‍યારા ૮૦ મી.મી., અને ડોલવણ ૭૫ મી.મી., તો સુરત જિલ્લાના તાલુકાઓમાં ચોર્યાસી ૨૫ મી.મી., મહુવા ૧૨ મી.મી., માંડવી ૬૦ મી.મી., માંગરોળ ૨૦ મી.મી., સ્‍વેલપાડ ૧૭ મી.મી., ઉમરપાડા ૩૪ મી.મી., અને સુરત સીટી માત્ર ૧૦ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

નવસારી જીલ્લાના તાલુકાઓમાં ગણદેવી ૧૨ મી.મી., જલાલપોર ૧૯ મી.મી., ખેરગામ ૩૭ મી.મી., નવસારી ૨૦ મી.મી. અને વાસંદા ૮૩ મી.મી. તો ડાંગ જીલ્લાના તાલુકાઓમાં આહવા ૪૦ મી.મી., સુબીર ૧૫ મી.મી. અને વધઈ ૧૬૮ મી.મી. ભારે વરસાદ નોંધાયેલ છે.

જ્‍યારે વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ૩૧ મી.મી., કપરાડા ૮૯ મી.મી., પારડી ૧૨ મી.મી., વલસાડ અને તાપી માત્ર ૧૧ - ૧૧ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

પૂર્વ અને મધ્‍ય ગુજરાત વિસ્‍તારમાં અહીં ખેડા જીલ્લાના તાલુકાઓમાં કઠલાલ ૧૬ મી.મી., મહેમદાબાદ ૧૩ મી.મી., મહુવા ૧૭ મી.મી., આણંદ જીલ્લાના તાલુકાઓમાં પેટલાદ ૨૪ મી.મી., સોજીત્રા ૩૯ મી.મી. અને તારાપુર ૨૧ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જ્‍યારે વડોદરા જીલ્લાના તાલુકાઓમાં ડભોઈ અને દેશર ૧૨ - ૧૨ મી.મી., કરજણ ૧૪ મી.મી. અને સિનોર ૧૩ મી.મી. તો છોટા ઉદેપુર જીલ્લાના તાલુકાઓમાં છોટા ઉદેપુર ૧૦ મી.મી. તથા પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં શહેરા માત્ર ૧૧ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

મહીસાગર જીલ્લાના તાલુકાઓમાં કડાણા અને લુણાવાડા ૧૩-૧૩ મીમી, અને વિરપુર ૩ર મીમી, તો દાહોદ જીલ્લાના માત્ર ત્રણેક તાલુકાઓમાં ઝરમર ઝાપટા નોંધાયા છે.

ઉ. ગુજરાત વિસ્‍તારમાં અહીં ૬ જીલ્લાના પ૧ તાલુકાઓ પૈકી માત્ર સાબરકાંઠા જીલ્લાના વિજયનગરમાં માત્ર ૧ર મીમી વરસાદ નોંધાયો છે. અન્‍ય તાલુકાઓમાં વરસાદ નીલ રહેવા પામ્‍યો છે.

તો કચ્‍છમાં પણ છેલ્લા ર૪ કલાકમાં વરસાદ નીલ રહેવા પામ્‍યો છે. અહીં કોણ જાણે કેમ મેઘરાજા હજુ પણ મુંઝાતા હોય તેમ જણાઇ રહ્યું છે.

આજે સવારે ૯ કલાકે દમણગંગાના મધુબન ડેમની જળસપાટી સતત વધીને ૭૩.૪પ મીટરે પહોંચી છે અને ડેમમાં ર,૬૬,૧૩૪ કયુસેક પાણીના ઇનફલો સામે પાણી છોડાઇ રહ્યું છે, પરંતુ આ લખાઇ રહ્યું છે ત્‍યારે એટલે કે ૯:૩૦ કલાકે પાણીમાં કોઇ વ્‍યકિત તણાતા પાણી છોડવાનું બંધ કરી એ વ્‍યકિતને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

(11:54 am IST)
  • સોમનાથ - પોરબંદર - લોકલ ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા : વાંસજાળીયા રેલ્વે સ્ટેશન પર ટ્રેન આવતાં સમયે બની ઘટના : તમામ યાત્રીઓ સલામત access_time 9:18 pm IST

  • વિશ્વ હિંદુ પરિષદે ફરીથી એકવાર અયોધ્યામાં રામ મંદિર બનાવવાના મુદ્દા અંગે સરકાર પર દબાણ કરવાનું શરૂ કરી દીધુ છે. વિહિપે સરકારને રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે ઓગસ્ટ, 2018 સુધીનો સમય આપ્યો છે. જો આનો કોઈ ઉકેલ નહિ નીકળે તો વિહિપ આને મોટા નેતાઓ સામે લઈ જશે જેમાં સંગઠનના શક્તિશાળી પદાધિકારીઓ સાથે સાધુ-સંતો પણ શામેલ હશે. access_time 1:19 am IST

  • મોરબીમાં ઝીકાયો એકાંતરા પાણીકાપ : શહેરની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમમાં પાણી થયું તળિયાજાટક : શહેરીજનોમાં ફેલાયું ઘેરી ચિંતાનું મોજું access_time 9:16 pm IST