Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

દારૂ ન પિનારા ગુજરાતીઓને પણ હવે થઇ રહ્યા છે લિવરના રોગ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં હેપટાઇટિસ-બી અને હેપટાઇટિસ-૩, લિવર પર સોજો આવવો વગેરે જેવા રોગો લોકોમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે

અમદાવાદ તા. ૭ : શુક્રવારના રોજ એક કાર્યક્રમમાં નિષ્ણાંતોએ જણાવ્યું કે, non-alcoholic steato-hepatitis (NASH) રોગ ધરાવતા રાજયોમાં ગુજરાતનું નામ પણ ટોપ પર છે. NASH પિત્તાશયને લગતી એક ગંભીર બીમારી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં હેપટાઇટિસ-બી અને હેપટાઇટિસ-૩, લિવર પર સોજો આવવો વગેરે જેવા રોગો લોકોમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે.

ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયાલિસ્ટ ડોકટર આનંદ ખાખર કહે છે કે, ગુજરાતની કુલ વસતીના લગભગ ૨.૫ ટકા લોકોને લિવરને લગતી બીમારીઓનું જોખમ છે. શરીર પર જે રીતે ચરબી વધે છે, તે રીતે ઓર્ગન પર પણ ચરબી વધે છે અને તેના કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે. જો કો ઓર્ગન ડોનેશન અને લિવર ટ્રાન્સપ્લાન્ટ બાબતે લોકોમાં જાગૃતિ વધી છે.

ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયાલિસ્ટ ડોકટર વિનય કુમારન કહે છે કે, મેં મુંબઈમાં જેટલા લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે, તેમાંથી લગભગ ૩૦ ટકા ગુજરાતના છે. ડાયાબીટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, કસરતની કમી અને ખાણીપીણીના પ્રકારને કારણે લિવરને લગતી સમસ્યાઓ વધે છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં શેલબી હોસ્પિટલમાં સેન્ટર ફોર લિવર ડીસીઝ એન્ડ ટ્રાન્સપ્લાન્ટના લાઙ્ખન્ચ સમયે ડોકટર ખાખર અને કુમારને આ વાત જણાવી હતી.

ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ દ્વારા તાજેતરમાં જ ગ્રીન કોરિડોર તૈયાર કરીને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યુ હતું જેમાં ૮૦ વર્ષીય બ્રેઈન ડેડ ડોનરના લિવરને સુરતથી અમદાવાદ લાવવામાં આવ્યુ હતું. નિષ્ણાંતોનું કહેવું છે કે, એડવાન્સ ટેકનોલોજીની મદદથી જીવિત અને મૃત ડોનરના લિવર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા સરળ બનશે.

(10:40 am IST)