Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

અરવલ્લી : ધામણી નદીમાં ઘોડાપુર :ચપલાવત ગામ સંપર્ક વિહોણું: 30 વિદ્યાર્થીઓ ફસાયા:વાલીઓ ચિંતિત

 

અરવલ્લી જિલ્લાની ધામણી નદીમાં પૂર આવતા બાયડનું ચપલાવત ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને ગામના 30 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે. ચપલાવત ગામના વિદ્યાર્થીઓ નદીને બીજે પાર શાળામાં ગયા હતા. આ સમયે ભારે વરસાદના કારણે ધામણી નદીમાં એકાએક પૂર આવતા ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. જેથી શાળાએ ગયેલા 30 જેટલા વિદ્યાર્થીઓ શાળામાં ફસાઈ ગયા છે. બાળકો ફસાતા તેમના માતા-પિતા ચિંતાતુર બન્યા છે.

  ભારે વરસાદથી ધામણી નદીમાં ઘણી વખત પૂર આવી જાય છે. ઘણી વખતે નદીમાં પૂરના કારણે આ ચપલાવત ગામ સંપર્કવિહોણું બની જાય છે. શુક્રવારે પણ આવી જ ઘટના બની હતી. બાળકો સવારે જ્યારે ધામણી નદીને પાર શાળાએ ગયા ત્યારે પાણી ન હતું. જોકે સાંજે પરત ફરતી વખતે એકાએક નદીમાં પૂર આવી ગયું હતું. આ કારણે 30 જેટલા બાળકો શાળામાં ફસાઈ ગયા છે. ગામનો લોકો તેમની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

(12:41 am IST)