Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ખેડા જિલ્લામાં ત્રણ અલગ અલગ જગ્યાએથી 37 હજારની કિંમતનો દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યો

 

ખેડા:જિલ્લામાં ત્રણ ત્રણ અલગ અલગ જગ્યાઓ પરથી 37,000 રૂપિયાની કિંમત જેટલો વિદેશી દારૂ ઝડપી પાડયો છે. ખેડા એલ.સી.બી ટીમે માંઘરોલીના રામપુરા સીમ વિસ્તારમાંથી, વસો પોલીસે દેશી દારૂ અને ડાકોર સ્થાનિક પોલીસે શહેરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.

ખેડા એલ.સી.બી ટીમ ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે માંઘરોલી કેનાલ પાસે રહેતા નરેશભાઇ પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી ખાનગી રાહે વેચાણ કરે છે. જે અનુસંધાને પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે દરોડો પાડયો હતો. તલાસી લેતા ભારતીય બનાવટનો બીયર ટીમ નંગ-૨૪૦ કિ.રૂા.૨૭, ૬૦૦ નો મૂદ્દામાલ ઝડપી પાડયો હતો. આ બનાવ અંગે પોલીસ ટીમે નરેશભાઇ ચીમનભાઇ તળપદાની પૂછપરછ કરતા આ બિયરનો જથ્થો કમલેશભાઇ ચીમનભાઇ તળપદા પાસેથી લાવ્યો હોવાનુ પોલીસ ટીમને જણાવ્યુ હતુ.આ બનાવ અંગે એલ.સી.બી ટીમની ફરિયાદના આઘારે ચકલાસી પોલીસે નરેશભાઇ ચીમનભાઇ તળપદા અને કમલેશભાઇ ચીમનભાઇ તળપદા વિરુધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે માતર સી.પી.આઇ કચેરીની પોલીસ ટીમ વસો-અલીન્દ્રા રોડ પર પેટ્રોલિંગમાં હતો તે સમયે એક ગાડીને શંકાના આધારે ઉભા રહેવા ઇશારો કર્યો હતો.પરંતુ ગાડીના ચાલકે ગાડી અલીન્દ્રા તરફ મારી મૂકી હતી. તે સમયે વસો પોલીસને જાણ કરતા વસો પોલીસની ટીમ પણ બાતમી આધારે તપાસમાં નિકળી હતી. આગળ જતા રસ્તો પૂરો થતા ગાડીમાં સવાર અન્ય વ્યક્તિઓ ફરાર થઇ ગયા હતા. જ્યારે ગાડીના ડ્રાઇવરને પોલીસે રાઉન્ડઅપ કર્યો હતો.ગાડીમાં તપાસ કરતા દેશી દારૂના કુલ-૧૭૦ કોથળા કિ. રૂા. ૧૦, ૨૦૦, ગાડી કિ. રૂા. ૫, ૦૦, ૦૦૦ એમ મળી કુલ રૂા. ૫, ૧૦, ૦૦૦  નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે વસો પોલીસે મહંમદસુફીયાન મહંમદસલીમ નૂરમહંમદ ખલીફાની પૂછપરછ કરતા આ દેશીદારૂ અમદાવાદની પતરાવાળી ચાલીમાં રહેતા લીલાબેન પ્રતાપસિંહ ઠાકોરને આપવાનો હોવાનુ જણાવ્યુ હતુ. વસો પોલીસે મહંમદસુફીયાન મહંમદ સલીમ નૂરમહંમદ ખલીફા,આદીલ ઉર્ફે હવ્વા બરકતઅલી શેખ, લીલાબેન પ્રતાપસિંહ ઠાકોર અને મૂન્નાભાઇ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે વસો પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડાકોર પોલીસે બાતમી આધારે ડાકોર શહેરના નાની ભાગોળ વેરાઇમાતા મંદિર નીપાછળ દરોડો પાડયો હતો. જેમાં પોલીસ ટીમે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નં-૨૬ કિ.રૂા.૨,૬૦૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે ડાકોર પોલીસે સંજયભાઇ ખોડાભાઇ તળપદા વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

(4:54 pm IST)