Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

કડી તાલુકાના કણજરી ગામે ઉશ્કેરાયેલ બે દીકરાએ પિતાની કરપીણ હત્યા કરતા અરેરાટી

કડી:તાલુકાના ભાલ્ઠી ગામના વતની હુસેનભાઈ કાસમભાઈ મલેક( ઉ.વ.૪૩) છેલ્લા દસેક મહિનાથી પોતાની સાસરી કણઝરી ખાતે પરિવાર સાથે રહેતા હતા. થોડા સમય પહેલા તેમના દિકરા સમીરે અમદાવાદમાં નવું મકાન ખરીદયું હતું. તેના પૈસા ચુકવવાના હોઇ તેમની પત્નિ અને બન્ને દિકરા ભાલ્ઠીમાં આવેલ બાપદાદાનું મકાન વેચી દેવા દબાણ કરતા હતા અને વારંવાર ઝઘડા કરતા હતા. પરંતુ હુસેનભાઇ તે ઘર વેચવા માટે તૈયાર ન હતા. જેથી ત્રણેક દિવસ અગાઉ એકાએક કોરોનાને કારણે તેઓનું મોત થયું હોવાની જાણ સગાસબંધીઓને થઇ હતી. પરિણામે, મરનારના ભાઇ-બહેનો અને પરિવારજનો કરઝરી જતાં વાતચીતમાં શંકા ગઇ હતી. ત્યારબાદ, મૃતકના ભાઇ સાબીર મલેકે પોતાના ભત્રીજાઓની પ્રેમથી પુછપરછ કરતા તેમણે બન્ને એજ પોતાના પિતાની હત્યા કરી હોવાનું તેમજ લાશને સગેવગે કરવા શેડફા ગામના ખરાવામાં આવેલ રડારની પાછળના ભાગે દાટી દીધી હોવાની ચૌકાવનારી કબુલાત કરી હતી. છેવટે આ ઘટના અંગે બાવલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. કેસની તપાસ પીએસઆઇ એ.એન.દેસાઇએ હાથ ધરી છે.

(4:41 pm IST)