Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

કોરોનાથી ડરો નહીં, લડો નહીં, સાવચેતી રાખો : વિટામીન-સી, ડી અને ઝીંક રક્ષણ આપશે

અમદાવાદમાં વસતી ગીચતા અને હોસ્પિટલમાં દાખલ થવાનો વિલંબ મૃત્યુદર વધવાનું મુખ્ય કારણ

અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણ અને તેની સારવાર અંગે સલાહ આપી શકે તેવા એક્સપર્ટ ગ્રુપ ઓફ ડોક્ટરોએ કહ્યું હતું કે કોરોનાથી ડરવાની કે તેની સામે લડવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી પડશે. આ નિષ્ણાંતોનો મત છે કે અમદાવાદમાં વસતી ગીચતા અને હોસ્પિટલમાં દાખલ થવાનો વિલંબ મૃત્યુદર વધવાનું મુખ્ય કારણ છે.
મિડીયા સમક્ષ ડોક્ટરોની આ પેનલે કોરોના અંગે આપેલા અભિપ્રાય આ પ્રમાણે છે ---
 

ડો. તેજસ પટેલ (હૃદયરોગ નિષ્ણાત)

*કોરોના સાથે સહ અસ્તિત્વના પ્રિન્સિપલ સાથે જીવવું પડશે.
*સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સ અને રક્ષાત્મક પગલાંને જીવનનો ભાગ બનાવવો પડશે.
*કોરોનાથી ડરવાની જરૂર નથી કે કોરોના સામે લડવાની પણ જરૂર નથી.
*સાવચેતીથી જીવશો તો કોરોના તમારું કઈ બગાડી નહીં શકે.
*સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ હાઈજીન, માસ્ક પહેરવા, સ્વચ્છતા જાળવવી તે હવે કોઈ ચોક્કસ સમય પૂરતું મર્યાદિત રાખવાને બદલે આપણા દૈનિક જીવનનો હિસ્સો બનાવવો પડશે.
*જે હૃદય રોગના દર્દીઓ નિયમિત અને સંયમપૂર્ણ જીવી રહ્યા છે,  ચરી પાડી રહ્યા છે, દવાઓ અને કસરત નિયમિત રીતે કરે છે અને તેમની લાઈફ મેઇન્ટેન કરે છે એવા લોકોએ ગભરાવવાની જરૂર નથી. તેઓ શિસ્ત અને સંયમપૂર્વક જિંદગી જીવી શકે છે.

-ડો. આરકે પટેલ (નિયામક, યુએન મહેતા હોસ્પિટલ) --

*કોવિડ દર્દીઓને ટોસીલીઝુમેબ નામનું ઈન્જેક્શન આપવામા આવે છે તથા જરૂર જણાયે ટીશ્યુ પાલ્ઝમિનોઝન એક્ટીવેટરની મદદથી સારવાર આપવામાં આવે છે
*રાજ્યમાં કોવિડ દર્દીઓને નિયત માર્ગદર્શિકા અનુસાર જ સારવાર આપવામાં આવે છે.

- ડો. દિલીપ માવલંકર

*કોરોના પેન્ડેમિક છે, પરંતુ ધીમે-ધીમે પેનીકડેમિક થઈ રહ્યો છે.
*શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ ઓછું થાય ત્યારે લોકોએ તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
*રાજ્યમાં પ્રતિમાસ 30,000 જેટલા મૃત્યુ જુદા-જુદા કારણોથી થાય છે.

- ડો.વીએન શાહ --

*હેલ્થી ફુડ, પૂરતી ઊંઘ, વિટામિન- સી તથા ડી સાથે ઝીંક, કોરોનાના પડકાર માટે ઉપયોગી છે.
*હળવી કસરત, યોગા- પ્રાણાયામ તથા પ્રફુલ્લિત રહેવું તે અત્યંત જરૂરી છે.
*SMS-- એસ ફોર સેનિટાઇઝેશન એમ ફોર માસ્ક અને એસ ફોર સોશિયલ ડિસ્ટન્સ.. આ સૂત્ર પ્રચલિત બનાવવું પડશે.
*દરેક માણસે આર્ટ, મ્યુઝિક, કલ્ચર વગેરે જેવા પોતાના શોખમાં પ્રવૃત્તિમય રહે તો હકારાત્મક વાતાવરણ ઉભું થશે.

- ડો. મહર્ષિ દેસાઈ (એપોલો હોસ્પિટલ) --

*વિશ્વમાં મૃત્યુદરનુ પ્રમાણ જુદું જુદું છે ..મૃત્યુદરને નિયંત્રિત કરવો કદાચ શક્ય નથી પરંતુ કોરોના દર્દીને વધુ સારવાર કેવી રીતે આપી શકાય તેના પર અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
*હોલિસ્ટિક એપ્રોચથી 'પેશન્ટ કેર' માટે વધુ સારું  શું કરી શકીએ..? તેના માટે આ એક્સપર્ટ ડોક્ટર ગ્રુપની રચના કરાઈ છે.

- ડો. તુષાર પટેલ (ફેફસાના રોગ નિષ્ણાત) --

*આ રોગનો વાયરસ ફેફસા ઉપર પણ ઘેરી અસર કરે છે ત્યારે ફેફસા નો ચેપ અટકાવો પણ એટલો જ જરૂરી છે.
*બધા જ દર્દીઓને આઈ એમ સી આર ની ગાઈડ લાઈન પ્રમાણે જ ટ્રીટમેન્ટ અપાઇ છે.

-ડૉ. અમી પરીખ ---

*કોવિડથી ચેપગ્રસ્ત બનેલા દ્રદીઓની સારવાર મુખયત્વે ત્રણ તબક્કામાં કરવામાં આવે છે. પ્રથમ તબક્કામાં રોગની સંકુલિતતાને જાણી જ્યા વાયરસ સામાન્ય રીતે ફેફસા પર અસર કરતો હોય અને શ્વસનની ક્રિયામાં હુમલો કરતો હોય ત્યારે દર્દીને બહારથી ઓક્સિજન આપી અને બાદમાં જરુર જણાય ત્યા મિકિનિકલ વેન્ટીલેટરનો ઉપયોગ કરી તેને સામાન્ય બનાવવા પ્રયાસ કરવામા આવે છે.
*બીજા તબક્કામાં સાયટોકાઈન સ્ટ્રોમની સારવાર સ્ટિરોઈડ્ઝ આપીને કરવામાં આવે છે, જ્યારે વાસ્કુલર થ્રોમબોસિઝની સારવાર એટલે કે રક્ત ગંઠાઈ જવાની સારવાર લોહીને પાતળુ કરવાની દવા આપીને કરવામાં આવે છે. આ સારવાર પુર્વે દર્દીના બાયો કેમિકલ રિપોર્ટ હાથ ધરવામાં આવતા હોય છે.

(10:27 pm IST)