Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

અંબાજીમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગના ઠંડા પીણાના ગોડાઉન પર દરોડા : મોટો જથ્થો સીઝ કરાયો

યાત્રાધામ અંબાજીમાં મંદિર થોડાં દિવસો માં જ ખુલશે અને મંદિર ખુલે તેવાંમા લોકોની સ્વાસ્થ્યની ચિંતા કરી અંબાજીમાં ફુડએન્ડ ડ્રગ વિભાગ દ્વારા ઠંડા પીણાના ગોડાઉન ઉપર દરોડા પાડવાં ની શરુઆત કરી છે જેમાં શ્રી જી ટ્રેડર્સનાં ગોડાઉનમાં ભરેલો એક્સપાયરી ડેટનાં ઠંડા પીણામોટો જથ્થો ઝડપી પાડ્યો છે

 આ ગોડાઉનમાં પ્રખ્યાત કંપનીના વિવિધ બ્રાંડનો મોટો જથ્થો લોકોનાં મોઢે પહોચે તે પહેલાં ફુડ અને ડ્રગ વિભાગે સપાટો બોલાવ્યો છે જોકે આ રેડ પડતાં અન્ય વહેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે ને આ શ્રી જી ટ્રેડર્સનાં ગોડાઉનમાંથી રૂપીયા પાંસઠ હજાર ઉપરાંતની કિંમતનો મોટો જથ્થો હાલ સ્વીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

  આ દરોડા જીલ્લા ફુડ એન્ડ ડ્રગ અધીકારી દિલિપ જી ગામીત ના માર્ગદર્શન હેઠળ ફુડ સેફ્ટી ઓફીસર પી.એસ.ચૌધરી તથા એ.વી.જોસી તથા અન્ય કર્મચારીઓ જોડાયા હતા

(8:58 pm IST)