Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

સુરતના ઉમરપાડામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો : દિયોદર અને અમરેલીમાં 2,5 ઇંચ વરસાદ :

વડોદરા છોટાઉદેપુર અને જાફરાબાદમાં ધોધમાર વરસાદ : જસદણ પંથકમાં બારે પવન સાથે ગાજવીજ વરસાદ

સુરત : રાજયમાં ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. છેલ્લા 3 દિવસમાં સૌરાષ્ટ્ર સહિત ઘણી એવી જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જયારે સુરત જિલ્લાના ઉમરપાડામાં છેલ્લા 24 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના દિયોદર અને અમરેલીમાં 2.5 ઈંચ જેટલો વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તો વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ધોધમાર વરસદા વરસી રહ્યો છે. જાફરાબાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદી પાણીથી રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જસદણ તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

(7:30 pm IST)