Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

રાજ્યસભાની ચૂંટણીમાં નવો વળાંક:NCP ધારાસભ્યં કાંધલ જાડેજાને હાઈકમાન્ડે કોંગ્રેસને મત આપવા વ્હીપ જાહેર કર્યો

અગાઉ NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને મત આપવાની જાહેરાત કરી હતી

અમદાવાદ : આગામી 19મીએ ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી યોજાવવાની છે. ચાર બેઠક પર યોજાવા જઈ રહેલી ચૂંટણીમાં ભાજપના 3 અને કોંગ્રેસના 2 આમ પાંચ ઉમેદવાર મેદાનમાં છે. ત્યારે કોંગ્રેસના 8 ધારાસભ્યોના રાજાનામા બાદ હવે ભાજપને 3 અને કોંગ્રેસને એક બેઠક મળે તેવી ભીતી સર્જાઈ છે. જો કે હાલ બંન્ને પક્ષ વચ્ચે એક એક મત માટે તર્કવિતર્ક સર્જાયા છે. તમામ પરિસ્થિતિ વચ્ચે NCPએ મત આપવા વ્હીપ રીલિઝ કર્યો છે જેમાં NCPએ કોંગ્રેસને મત આપવા માટે જાહેરાત કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે  અગાઉ NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને મત આપવાની જાહેરાત કરી હતી. ધારાસભ્ય કાંધલ જાડેજાનું કહેવું છે કે તેઓ વિકાસના કામો સાથે છે જેથી તેઓ ભાજપને મત આપશે.

રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં NCPમાં ભડકો થયો છે ધારાસભ્ય કાંધલ જાડેડા પર કોંગ્રેસને મત આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અગાઉ ધારાસભ્ય ભાજપને મત આપવાની જાહેરાત કરી ચૂક્યા છે ત્યારે પ્રદેશ પ્રમુખે કોંગ્રેસના ઉમેદવારને મત આપવા વ્હીપ જાહેર કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં 182 બેઠકોમાંથી ભાજપ પાસે કુલ 103 ધારાસભ્યો છે. અને કોગ્રેસ પાસે 65 જેટલા ધારાસભ્યોનું સંખ્યાબળ છે. આ ઉપરાંત ભારતીય ટ્રાયબલ પાર્ટી પાસે બે ધારાસભ્ય જ્યારે NCP પાસે એક જ્યારે અપક્ષ પાસે પણ એક ધારાસભ્ય છે. કુલ ખાલી પડેલી 10 બેઠકમાંથી 8 કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા બાદ ખાલી થઈ છે.

(6:41 pm IST)