Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

અમદાવાદમાં ભગવાન જગન્નાથજી યાત્રાના રૂટને બેરિકેડનું કવચ મળશે : ભકતોએ ૧૦ ફૂટ દૂર થી જ દર્શન કરવા પડશે

ર૩મી જુને અમદાવાદમાં નીકળનારી ૧૪૪ મી રથયાત્રાથી લઇને ભકતોમાં ઉચાટ : તંત્ર સતર્ક

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે શહેરમાં આગામી તારીખ 23 જૂનનાં રોજ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળવા જઇ રહી છે ત્યારે આ વખતની રથયાત્રા કોરોનાની સાવચેતીને લઇને કંઇક અલગ જ પ્રકારની હશે. આ વખતની રથયાત્રામાં ભક્તો દર્શન કરવા સીધી રીતે નજીકથી જોડાઈ નહીં શકે પરંતુ 10 ફૂટ દૂરથી ભક્તોને દર્શન કરવાનાં રહેશે. જેને લઇને રથયાત્રાનો આખો રૂટ બંને બાજુથી બેરિકેડ કરી દેવાશે અને તેની અંદર કોઇને પણ પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં.

આ વર્ષની રથયાત્રાની સુરક્ષામાં પોલીસ સહિત લશ્કરી–અર્ધ લશ્કરી દળનાં જવાનો મળીને કુલ 25 હજારથી પણ વધારે જવાનો ખડેપગે હાજર રહેશે. જો કે રથયાત્રાનાં દર્શન કરવા આવનારા ભક્તોને પોલીસ કે સુરક્ષા કર્મચારી રોકશે નહીં. પરંતુ તેઓ બેરિકેડ ક્રોસ કરીને અંદર નહીં આવી શકે તેમજ દર્શનાર્થીઓ માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત રહેશે. ગુજરાત DGP શિવાનંદ ઝાએ કોટ વિસ્તારની મુલાકાત લઈને અમદાવાદને લશ્કરી-અર્ધ લશ્કરી દળની 38 ટુકડીઓ ફાળવી હતી. જેમાં સ્થાનિક પોલીસની સાથે સાથે લશ્કર-અર્ધ લશ્કરી દળ, BSF, CRPF, RAF, ઈન્ડો તિબેટિયન જવાનો સુરક્ષામાં તહેનાત કરાશે.

હાલ ભગવાન જગન્નાથ મોસાળમાં પધાર્યા છે અને અમાસ સુધી સરસપુરમાં જ રહેશે

જળયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે શુક્રવારે સાંજે સાદગી સાથે મોસાળમાં પધાર્યા હતા, જ્યાં તેઓ અમાસ સુધી રોકાશે. આ સમય દરમિયાન દરરોજ દર વર્ષે યોજાતા ભજન અને આનંદના ગરબા સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમો નહીં યોજાય.

દર વર્ષે રથયાત્રા જેમ જેમ આગળ વધે તેમ તેમ આગળના રસ્તા વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના ની મહામારી ને ધ્યાને લઈને 22 જૂને રાતથી રથયાત્રાનો આખો રૂટ વાહનચાલકો બંધ કરી દેવામાં આવશે. રથયાત્રા નિજ મંદિરે પહોંચ્યા બાદ જ તમામ રસ્તા વાહનચાલકો માટે ખુલ્લા કરવામાં આવશે, પોલીસ વિભાગ દ્વારા રથયાત્રા દરમ્યાન વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે.

ભગવાન જગન્નાથ મોસાળમાં પધાર્યા, હવે અમાસ સુધી સરસપુરમાં જ રહેશે

ભગવાન જગન્નાથની જળયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે શુક્રવારનાં સાંજનાં સાદગી સાથે મોસાળમાં પધાર્યા હતાં. જ્યાં તેઓ અમાસ સુધી રોકાશે. પરંતુ આ વખતે દરમ્યાન દર વર્ષની જેમ યોજાતા ભજન અને આનંદનાં ગરબા સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમો નહીં યોજાય.

વાહનો રૂટ પર સંપૂર્ણ બંધ

દર વર્ષની જેમ રથયાત્રા જેમ-જેમ આગળ વધે તેમ તેમ આગળનાં રસ્તાઓ વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારીને કારણે 22 જૂનનાં રોજ રાતથી જ રથયાત્રાનો આખો રૂટ વાહનચાલકો બંધ કરી દેવામાં આવશે. રથયાત્રા નિજ મંદિરે પહોંચ્યા બાદ જ તમામ રસ્તાઓ વાહનચાલકો માટે ખુલ્લા મુકાશે. મહત્વનું છે કે હાલમાં સમગ્ર અમદાવાદ પોલીસે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેનાં ભાગ રૂપે પોલીસ કમિશ્નર કચેરીમાં ઉચ્ચ અધિકારીઓનો મિટિંગનો દોર શરૂ થઇ ગયો છે.

(4:40 pm IST)