Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

ગુજરાતના ભાજપ સંગઠનમાં મોટા ફેરફારની ગણાતી ઘડીઓ : સી.એમ. આવાસ પર ઉચ્ચસ્તીય બેઠક મળી રહી છે

સિનિયર નેતાઓને ગાંધીનગર પહોંચવા સંદશો મોકલાયા

ગાંધીનગર: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને પગલે રાજકારણ ગરમાયું છે, ત્યારે ભાજપમાં સંગઠનમાં ફેરફારની શક્યતા જોવા મળી રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ટર્મ પુરી થતાં નવા પ્રદેશ પ્રમુખના નામની ચર્ચા કરવા માટે આજે મુખ્યમંત્રી આવાસે હાઈલેવલ મિટિંગ યોજાવાની છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજ્યસભાની ચૂંટણી પહેલા જ ભાજપ રાજ્યના નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરી શકે છે. આ માટે રાજ્યના શહેર અને જિલ્લા પ્રમુખો સાથે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ સિવાય સિનિયર નેતાઓને તાત્કાલીક ગાંધીનગર પહોંચવાનું તેડું મોકલવામાં આવ્યું છે.

રાજ્યસભા ચૂંટણી પહેલા ભાજપના નવા માળખાની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. આ માટે ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

(4:37 pm IST)