Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

દક્ષિણ ગુજરાતના ઉપરપાડામાં ર૪ કલાકમાં ૯ ઇંચ વરસાદ પડ્યો : અનેક જિલ્લામાં વરસતા મેઘરાજથી લોકોમાં ખુશીની લહેર

સુરત :વાવાઝોડા નિસર્ગની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. જેમાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ હાલ વરસાદના બાનમાં છે. ભારે વરસાદે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓને ધમરોળ્યું હતું. તો 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 9 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો આજે પણ સુરત, તાપી, વ્યારામાં વરસાદ નોંધાયો છે.

83 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, અમદાવાદમાં હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા

આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં તાપી, વ્યારા, વાલોડ સહિતના વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ ઝરમરીયો વરસાદ શરૂ થયો છે. સુરતમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. પરંતુ આ વરસાદમાં સુરતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વેડ રોડમાં એક થી દોઢ ફૂટ સુધી પાણી ભરાયા છે. આમ, પહેલા વરસાદે જ સુરત પાલિકાની પ્રિમોન્સૂનના ધજાગરા ઉડાવ્યા હતા. પાણીનો નિકાલ ન થતા રોડ પર પાણી ભરાયા હતા. તો રસ્તા પરનું પાણી કેટલીક દુકાનોમાં પણ ઘૂસ્યું હતું.

આખું ગુજરાત બન્યું વરસાદમય, મોડી રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો

નિસર્ગ વાવાઝોડાને કારણે રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વધી છે. આગામી 8 જૂને બંગાળની ખાડીમાં સક્રિય થનારા લો-પ્રેશરથી ચોમાસાને વેગ મળશે. જેની અસર હાલ સમગ્ર ગુજરાતમાં દેખાઈ રહી છે. 15થી 16 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા, 18થી 24 જૂન વચ્ચે અમદાવાદ અને જૂનનાં અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જશે એમ હવામાન વિભાગે જણાવ્યું છે.

(2:07 pm IST)