Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

સરકારી દવાખાનામાં અન્ય રોગના દર્દીને યોગ્ય સારવાર નથી મળતી

કોંગ્રેસના ધાસભ્યએ HC જજને લખ્યો પત્ર : કોરોનાના દર્દીની સેવા-સારવારમાં સ્ટાફ વ્યસ્ત છે : અન્ય રોગના દર્દીની સરકારી દવાખાનામાં સારવાર મળતી નથી

અમદાવાદ, તા. ૭ : દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથને પત્ર લખ્યો હતો. આ પત્રમાં રજૂઆત કરાઈ હતી કે, સરકારી હોસ્પિટલનો સ્ટાફ કોરોનાના દર્દીઓની સેવા તથા સારવારમાં તમામ સ્ટાફ વ્યસ્ત છે. જેના લીધે અન્ય રોગના દર્દીઓની સરકારી હોસ્પિટલોમાં સારવાર મળતી નથી, ત્યારે આ દર્દીઓને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા કરાવો. વી.એસ.હોસ્પિટલ અંગે રજૂઆત કરાઈ છે કે, કોર્ટ મિત્ર દ્વારા હાઇકોર્ટ જૂની વી. એસ. હોસ્પિટલ ચાલુ કરવા માટે જાત તપાસ કરાવે.

        વી.એસ. હોસ્પિટલમાં ૫૦૦ પથારીની સુવિધા, ૨૨ વેન્ટિલેટર, ૧૦૮ ICU પથારીઓ, ત્રણ ઓપરેશન થિયેટર, સીટી સ્કેન, એમઆરઆઈ, ડિજિટલ એક્સરે, સોનોગ્રાફી સહિતના અત્યાધુનિક સાધનોની સુવિધા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નોન કોવિડ હોસ્પિટલ માટે જાહેરાત આપે તો ડોક્ટરો, નર્સોનો પૂરતો સ્ટાફ મળશે. તેમજમાનદ સેવા કરી ચૂકેલા સિનિયર ડોક્ટરો પણ સારવારમાટે મળશે. વીએસ હોસ્પિટલમાં તમામ સુવિધા ૨૪ કલાકમાં શરૂ કરી શકાય તેમ છે. જેથી અન્ય રોગમાં અનેક દર્દીઓને સારવાર મળી શકે, માટે સત્વરે જૂની એસ હોસ્પિટલ ચાલુ કરવામાં આવે.

(7:47 pm IST)